Advertisement
Author: નોબત સમાચાર

બાલચાડી સૈનિક સ્કૂલમાં ધ્વજવંદન પછી માર્ચ પાસ્ટ યોજાઈઃ ટ્રોફી-ઈનામો એનાયત

પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૃપે

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૪ મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે સમારોહના મુખ્ય અતિથિ વલ્લભભાઈ રામાણી, સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ કેડેટ સેના મેડલ શહીદ મેજર ઋષિકેશ રામાણીના ગૌરવપૂર્ણ પિતા, એ શૌર્ય સ્તંભ-શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્ય મહેમાનના આગમન પહેલા સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા દ્વારા પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુખ્ય અતિથિએ ભારતીય રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો અને ત્યારપછી રાષ્ટ્રીય ગાન તથા સ્કૂલ કેડેટ્સ દ્વારા ભવ્ય માર્ચ-પાસ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કેડેટ વિવેક સહાની અને કેડેટ અભિષેક રાજે અનુક્રમે હિન્દી અને અંગ્રેજીમાં વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે પ્રજાસત્તાક દિવસનું મહત્ત્વ અને મહાનતા વ્યક્ત કરી હતી. કેડેટ પુનીતસિંહ તોમર દ્વારા શહીદ મેજર ઋષિકેશ રામાણી, એસએમ, તેમની શહીદી પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાલનિકેતન, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ એરોબિક્સ રજૂ કર્યું હતું. આ મહત્ત્વના દિવસે અંતર સદન પરેડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ સદનની તમામ ટૂકડીઓએ બેરિંગ, ટર્નઆઉટ, માર્ચિંગ, સલામી અને કોર્ડિનેશન ક્ષેત્રે તેમની શક્તિ દર્શાવી હતી. આ સ્પર્ધામાં ટાગોર સદનને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન દ્વારા વિજેતાઓને ટ્રોફી તેમજ પરાક્રમ દિવસ નિમિત્તે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્રો અને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતાં. મુખ્ય અતિથિએ તેમના સંબોધનમાં દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેની લાગણી પર ભાર મૂક્યો હતો. તેમણે માર્ચ-પાસ્ટના અદ્ભુત પ્રદર્શન અને કાર્યક્રમના આયોજન માટે કેડેટ્સને અભિનંદન આપ્યા હતાં. તેમના ભાષણમાં તેમણે કહ્યું કે આ સમય આપણા મહાન શહીદોના બલિદાનને યાદ કરવાનો છે અને આપણા બંધારણમાં ઉલ્લેખિત આપણી જવાબદારીઓને ભૂલવાનો નથી. તેમણે કેડેટ્સને સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટે પ્રેરિત કર્યા અને શાળાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા વિનંતી કરી. આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ મુખ્ય મહેમાનને સ્મૃતિચિન્હ તરીકે શાળાનું સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઓબ્સા સભ્યો, માતા-પિતા અને પરિવારો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું સમાપન ધોરણ ૧ર ની પાસિંગ-આઉટ પરેડ સાથે થયું. જેમાં મુખ્ય અતિથિએ સલામી લીધી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh