Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેંકડો નાગરિકોએ ભાવભેર લીધો દર્શનનો લાભઃ
જામનગર તા.૨૨ઃ જામનગરના શંકરટેકરીમાં હિન્દુ સેના દ્વારા શિવરાત્રિના દિને શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શંકરટેકરીમાં આવેલા સપતેશ્વર મહાદેવ મંદિરેથી હિન્દુ ઉત્સવ સમિતિના સહ કન્વીનર અમર દવે, મહાદેવા મિત્ર મંડળના ડો. મૂર્ગેશ દવે, ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યા પછી તમામ મુખ્ય માર્ગ પર બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે શોભાયાત્રા ફરી વળી હતી. ચારણ સમાજના આગેવાન મુંજાભાઈ તથા તેની ટીમે દૂધ કોલ્ડ્રીક્સની પ્રસાદી તથા ભવ્ય સન્માનનું આયોજન કર્યું હતું.
શોભાયાત્રાનું વિવેકભાઈ નંદા, અભયસંગ જાડેજાએ સ્વાગત કર્યું હતું. જયારે વિજયભાઈ કોળી દ્વારા ઠંડા-પીણા અને ભાણુભાના ચોકમાં પ્રસાદી રાખવામાં આવી હતી. સુભાષપરામાં દીપકભાઈ પિલ્લાઈ દ્વારા સૂકી ભાજીની પ્રસાદી રાખવામાં આવી હતી, બેડેશ્વરના હાર્દિષભાઈના ડીજે પર હિન્દુ સેનાના સૈનિકોએ તલવારબાજી કરી હતી. હિન્દુ સેનાની બહેનોએ રાસ ગરબાથી વાતાવરણ શિવમયી બનાવ્યું હતું. શોભાયાત્રામાં સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈના વડપણ હેઠળ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. શોભાયાત્રાનું સંચાલન હિન્દુ સેનાના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, ધીરેન નંદા, શહેર મંત્રી મયુર ચંદન, માધવ પુંજાણી, ગુંજ કારીયા, અમિત પઢીયાર, ભરત રામુ, ઘનશ્યામ, નવીનભાઈ વગેરેએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag