Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત વિધાનસભાનું સત્ર કાલથી થશે શરૃઃ કનુભાઈ શુક્રવારે રજૂ કરશે બજેટ

ગુરુવારથી ગૂંજશે ગૃહઃ સત્તાવાર વિપક્ષના વડા જ નથી!

અમદાવાદ તા. રરઃ ગુજરાતમાં કાલથી વિધાનસભાનું સત્ર શરૃ થઈ રહ્યું છે, જ્યારે શુક્રવારે બજેટ વિક્રમ સર્જક ૧પ૬ બેઠકો મેળવ્યા પછીનું ભાજપ સરકારનું પ્રથમ બજેટ સત્ર રજૂ થશે. કનુભાઈ દેસાઈ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. ગૃહનું સંચાલન શંકર ચૌધરી હસ્તક છે. હવે ગૃહની સમિતિઓ પણ રચાશે. કોંગીને વિપક્ષનું સત્તાવાર સ્થાન નહિં અપાતા ગૃહમાં વિપક્ષના નેતા જ નહીં હોય!

ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર આવતીકાલથી એટલે કે ગુરુવારથી મળી રહ્યું છે. આગામી ર૪ ફેબ્રુઆરીના રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કરશે. આ બજેટ વર્ષ ર૦ર૩-ર૪ના વર્ષ માટે કરવામાં આવેલ જોગવાઈ અંગેનું રહેશે.

શંકર ચૌધરીની અધ્યક્ષતામાં પ્રથમ વખત બજેટ સત્ર મળી રહ્યું છે. રાજ્યમાં વિક્રમસર્જક ૧પ૬ બેઠકો મેળવીને ભાજપે શાસન સંભાળ્યા પછીનું પણ પ્રથમ બજેટ સત્ર છે. આવતીકાલથી શરૃ થતા આ બજેટ સત્ર માટે વિધાનસભા તેમજ સચિવાલય સંકુલ આસપાસ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બંદોબસ્તના ભાગરૃપે ગઈ મોડી સાંજે વિધાનસભામાં સાર્જન્ટની ગોઠવણી માટે જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે છેલ્લા છ માસમાં પીએસઆઈ અને પીઆઈના પ્રમોશનમાં આવ્યા હોવાથી નવી ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમની ગોઠવણ માટે ગઈ સાંજે એક અગત્યની મિટિંગ જિલ્લા પોલીસ વડાએ બોલાવી હતી.

આ બજેટ સત્રમાં પ્રથમ વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરી સમગ્ર ગૃહનું સંચાલન કરશે. અધ્યક્ષ કોઈ કામથી બહાર હોય ત્યારે ઉપાધ્યક્ષ સંચાલન કરશે.

આ બજેટ સત્ર માર્ચની ર૯ તારીખ સુધી મળશે. આવતીકાલે ગૃહની શરૃઆત થશે ત્યારે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તેમજ છેલ્લા છ માસ દરમિયાન પૂર્વ ગૃહના સભ્યોના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખો ઉપરાંત સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. આ બજેટ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિઓની ચેરમેન તેમજ સભ્યોની રચના કરવામાં આવશે.

આ વખતે સ્પષ્ટ બહુમતિ છે માટે ચૂંટણીની જરૃરિયાત રહેશે નહીં, પરંતુ નિયમોનુસાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. પ્રથમ વખત વિરોધ પક્ષના સત્તાવાર સ્થાન વગર સત્ર મળશે. આ પરિસ્થિતિમાં જોવાનું રહ્યું કે ગૃહમાં વિરોધ પક્ષની ભૂમિકા શું રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh