Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી જમીન પર રહેતા ગરીબને મળશે આશ્રય
ખંભાળીયા તા. ૩૦ઃ શહેરમાં આવેલ નાકાઓ પરના દરવાજાનો ૬૦ મીટરમાં વિકાસ થશે પરંતુ ગઢની રાંગ તથા જુદા જુદા નાકાઓના હેરીટેજ વિકાસ અંગે અફવાઓથી દૂર રહેવા તંત્રે અપીલ કરી છે.
તાજેતરમાં ખંભાળીયા શહેરને આગવી ઓળખના વિકાસ કાર્ય માટે શહેરના જુના સમયના નાકા દરવાજા પોર ગેઈટ, સલાયા ગેઈટ, દ્વારકા ગેઈટ તથા ગઢની રાંગના વિસ્તારોનો હેરીટેજ સ્થળો તરીકે વિકાસ કરવા રાજ્ય સરકારે ૩ાા કરોડ ઉપરાંત રકમ મંજુર કરતા આ વિકાસ કાર્ય માટે સંબંધિત સ્થળોની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પાલિકા દ્વારા નોટીસો અપાતા ફફડાટ વ્યાપી ગયો તથા અફવાઓ ફેલાઈ હોય આ અંગે પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટતા થઈ છે.
બાંધકામ ઈજનેર એન.આર. નંદાણીયાએ જણાવેલ કે દરવાજા નાકાનો ૬૦ મીટર વિસ્તારમાં વિકાસ પ્લાન બનશે તે પ્રમાણે ઉપલબ્ધ જગ્યાના આધારે કામ થશે. હાલ નોટીસો આપવામાં આવી છે તેમાં પોતાની માલિકીની જમીનો હશે તેમાં બાંધકામ માટે હાલ આયોજન નથી તથા તેમને વળતર કેટલું ચુકવવું તે પણ સરકારે જણાવ્યું નથી. જો કોઈ ગરીબ પાલિકાની સરકારી જમીન પર રહેતો હશે અને તેની જગ્યા આ વિકાસ કાર્યમાં આવતા બે ઘર થઈ જાય તો તેમના માટે પાલિકાના શેલ્ટર હોમમાં વ્યવસ્થા થશે.
ગઢની રાંગનો કયાં કેટલી વિકાસ કરવો તેનું પણ હવે આયોજન થશે. લોકોએ નોટીસોની ડરવાને બદલે પોતાની મિલકતો હોય તો આધાર સાથે રજુ કરવા માટે જણાવાયું છે. પાલિકા તંત્ર પ્રજાના સહયોગથી જ વિકાસ કાર્યો કરશે જેથી લોકોએ અફવાઓમાં નહીં દોરવાવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial