Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જેલમાં લાગણીસભર વાતાવરણમાં કેદી ભાઈઓને બહેનોએ બાંધી રક્ષા

૭૨ પાકા તથા ૪૫૧ કાચા કામના કેદીઓએ બંધાવી રાખડીઃ કેદી બહેનો માટે પણ વ્યવસ્થા

જામનગરની જિલ્લા જેલમાં આજે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં રહેલા પાકા કામના ૭૨ કેદી, ૪૫૧ કાચા કામના કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે આવેલી બહેનોએ ભાવવાહી વાતાવરણમાં રક્ષાબંધન કર્યું હતું. જેલમાં રહેલા ૧૬ મહિલા કેદીઓને પણ તેમના ભાઈઓ રાખડી બંધાવવા માટે આવી શકે તે પ્રકારનું આયોજન જેલ અધિક્ષક એમ.એન. જાડેજાના વડપણ હેઠળની ટીમે ઉભી કરી હતી. સવારે નવ વાગ્યાથી બહેનો જેલમાં આવી શકવાની હતી તે પહેલા સુરક્ષાની ચૂસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક કેદી ભાઈઓ રાખડી બંધાવતી વખતે પોતાની બહેન સમક્ષ રડી પણ પડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે એક ગુન્હામાં સંડોવાયા પછી એક ભાઈ-બહેન પણ જામનગરની જેલમાં છે. તેઓએ પણ આજે રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું.ે

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh