Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વંડાફળીમાંથી પકડાઈ દારૃની વીસ બોટલઃ
જામનગર તા. ૩૦ઃ જામનગરના નવાગામ ઘેડમાં આવેલા મકાનમાં એલસીબીએ દરોડો પાડી મકાન તથા સ્કૂટરમાંથી અંગ્રેજી શરાબની નાની-મોટી મળી ચાલીસ બોટલ કબજે કરી છે. ઝડપાયેલા આરોપીએ રાજકોટના સપ્લાયરનું નામ આપ્યું છે. વંડાફળીમાં મકાનમાંથી વીસ બોટલ ઝડપાઈ ગઈ છે. આ આરોપીએ પણ બોટલ આપનારનું નામ પોલીસને આપ્યંુ છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં તથા એક સ્કૂટરમાં અંગ્રેજી શરાબનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ પરમારને મળતા પીઆઈ જે.વી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરીના વડપણ હેઠળ સ્ટાફે નવાગામ ઘેડમાં મંદિર પાસે રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુ જુવાનસિંહ વાળાના મકાનમાં દરોડો પાડ્યો હતો.
તે સ્થળેથી અને મકાન પાસે રાખવામાં આવેલા એક્સેસ સ્કૂટરમાંથી અંગ્રેજી શરાબની છવ્વીસ મોટી અને ચૌદ નાની બોટલ મળી કુલ ૪૦ બોટલ મળી આવી હતી. એલસીબીએ રૃા.૧૧૮૦૦ની બોટલ, બે મોબાઈલ, સ્કૂટર મળી કુલ રૃા.૫૧૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે રાજકોટના એજાઝ બ્લોચ પાસેથી બોટલ મેળવી હોવાની કબૂલાત કરી છે. બંને શખ્સ સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.
જામનગર નજીકના દરેડમાં જીઆઈડીસી ફેસ-૩ સ્થિત મહાવીર સર્કલ પરથી ગઈરાત્રે પસાર થતાં સંજય કાનાભાઈ બંધિયા નામના સરદારનગરમાં રહેતા શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાશી લેતાં આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની બોટલ મળી આવી હતી.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી વંડાફળીની શેરી નં.રમાં નરેન્દ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ નામના શખ્સના કબજાવાળા મકાનમાં ગઈકાલે સાંજે સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી તલાશી લીધી હતી. ત્યાંથી અંગ્રેજી શરાબની વીસ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી આરોપીની પૂછપરછ કરાતા તેણે પોતાના કૌટુંબિક બહેનના આ મકાનમાં મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા પાસેથી બોટલ મેળવીને રાખી હોવાનું કબૂલ્યું છે. પોલીસે મયુરસિંહની શોધ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial