Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાપા માર્કેટ યાર્ડ દ્વારા
જામનગર તા. ૩૦ઃ અંતરિક્ષમાં આત્મનિર્ભર ભારતની અભૂતપૂર્વ ઊડાન એવા ચંદ્રયાન-૩ ના મુખ્ય ભાગનો નિર્માણમાં ગીતા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ જામનગરમાં સરદારસિંહ જાડેજાના યોગદાન બદલ હાપા માર્કેટ યાર્ડ દ્વારા તેમનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારે રાષ્ટ્ર નિર્માણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષામાં જરૃરી સાધન-સરંજામ બનાવવામાં વિવિધ ટેકનોલોજીવાળા મશીનરીઓમાં યોગદાન આપવા શુભ કામના પાઠવાઈ હતી.
માર્કેટ યાર્ડમાં ચેરમેન અને જિલ્લા સહકારી બેંકના ડીરેક્ટર પ્રવિણસિંહ ઝાલા, વાઈસ ચેરમેન જમનભાઈ ભંડેરી, ડીરેક્ટર ધીરજલાલ કારિયા, દયાળજીભાઈ ભીમાણી, દેવરાજભાઈ જરૃ, સુરેશભાઈ વસોયા, તખનસંગ જાડેજા, એડવોકેટ જીતેનભાઈ પરમાર, તજુભા જાડેજા, પ્રમોદભાઈ કોઠારી, અરવિંદભાઈ મહેતા, તુલસીભાઈ પટેલ, યાર્ડના તમામ કર્મચારી, વેપારી એસો.ના પ્રમુખ જીતુભાઈ તાળા, અન્ય હોદ્દેદારો, શાકભાજી વેપારી એસો.ના પ્રમુખ જવાહર નાનકરાય અને હોદ્દેદારો, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, કેશુભાઈ માડમ, સુભાષભાઈ જોષી, જયરાજસિંહ જાડેજા, જયમાતાજી ગ્રુપના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial