Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ જામનગરના દરેડમાં આવેલી મુરલીધર સોસાયટી-રમાંથી ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ શખ્સ અને ચાર મહિલાને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૃા.૧૧૫૨૦ રોકડા કબજે કરાયા હતા. જ્યારે સિક્કા ગામમાંથી ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા બેને પોલીસે ઝડપી લીધા હતા.
જામનગર નજીકના દરેડમાં આવેલી મુરલીધર સોસાયટી-ર માં ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પંચકોશી-બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
તે સ્થળે ગંજીપાનાથી તીનપત્તી રમતા હરદેવસિંહ મુકેશસિંહ કંચવા, બટુકસિંહ રણજીતસિંહ વાઢેર, નાગજી રામાભાઈ રાઠોડ, પૂજાબા રાજેન્દ્રસિંહ ગોહિલ, મંજુબેન નાગજીભાઈ રાઠોડ, રાજેશ્વરીબા રવતુભા જાડેજા, સોનલબેન નાજાભાઈ ચાંડપા ઉર્ફે શિતલબેન નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા. ૧૧,૫૨૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના સિક્કામાં નાઝ સિનેમા પાસે ગઈરાત્રે જાહેરમાં ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા સીદીક આદમ સુંભણીયા, અસગર વલીમામદ બારોયા નામના બે શખ્સને પોલીસે પકડી પાડી રૃા.૧૪૫૫ રોકડા ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial