Advertisement
Author: નોબત સમાચાર

લાંચ લેવી એ ગુનો, જે સ્વીકાર્ય નથીઃ કલેકટરશ્રી

સરકારી અધિકારી-કર્મચારીઓ પ્રજાના સેવક

ખંભાળીયા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા તકેદારી અને લાંચ રૃશ્વત વિરોધી સમિતિની બેઠક જિલ્લા સેવાસદનના સભાખંડ, ખંભાળીયામાં કલેકટરશ્રી અશોક શર્માના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ જણાવ્યું હતું કે, સરકારી અધિકારી-કર્મચારીઓ પ્રજાના સેવક છે. લાંચ લેવી એ ગુનો છે. જે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. કલેકટરશ્રી ભ્રષ્ટાચાર નિવારણ સંદર્ભે જિલ્લાના નાગરિકો વધુ જાગૃત બને તે મુજબ પ્રચાર-પ્રસાર કરવા સુચનો કર્યા હતાં.

આ ઉપરાંત બેઠકમાં તકેદારી ક્ષેત્ર તરફથી મળેલ તપાસો, લોકો તરફથી મળેલ ફરિયાદો, પડતર કેસો, વહીવટી કચેરીઓમાં કેટેગરી વાઈઝ ફરિયાદ રજીસ્ટર નિભાવવા બાબત, એસીબી પોલીસ સ્ટેશનમાં મળેલ તપાસ અરજીઓની અને ખાતાકીય તપાસના કેસોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, એ.એસ.પી. રાઘવ જૈન, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, ડીવાયએસપી પ્રજાપતિ, ખંભાળીયા પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, એ.સી.બી. ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh