Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વરમાં યુવાનની હત્યા નિપજાવવાના આરોપમાં સંડોવાયેલા બે પોલીસની હાથવેતમાં

અગાઉની અદાવતના કારણે સોમવારે થઈ હતી હત્યાઃ

જામનગર તા. ૩૦ઃ જામનગરના નાગેશ્વર વિસ્તારમાં સોમવારે એક યુવાનની છરીના ઘા ઝીંકી બે શખ્સે કરપીણ હત્યા નિપજાવી હતી. અગાઉના મનદુખના કારણે બનેલા આ બનાવ પછી નાસી ગયેલા બંને આરોપીને પોલીસે દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બંને આરોપી પોલીસની હાથવેતમાં છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં સોમવારની બપોરે સંજય મનસુખભાઈ ઢાપા નામના કોળી યુવાનની કરપીણ હત્યા થઈ ગઈ હતી. પાનની દુકાન ચલાવતા આ યુવાનના પિતા મનસુખભાઈ ઢાપા સાથે બોલાચાલી કરતા હિતેશ ઉર્ફે ટકા મનસુખભાઈ ડોણાસીયા અને અજય મનસુખભાઈ ડોણાસીયાએ છરીના ખચાખચ ઘા ઝીંકી દેતાં સંજયભાઈનું ઈજા થવાથી મૃત્યુ થયું હતું.

અગાઉ સંજયભાઈની દુકાને મફત પાન ખાવાના મુદ્દે હિતેશ ઉર્ફે ટકા સાથે બોલાચાલી થઈ હતી. તે પછી સંજયભાઈના પિતરાઈના મિત્રના ઝઘડાનું સમાધાન થયું હતું તેના કારણે પણ હિતેશ ઉર્ફે ટકો ગિન્નાયેલો હતો. તે દરમિયાન સોમવારે મનસુખભાઈ ઢાપા સાથે તેમની દુકાને બોલાચાલી કરતા હિતેશ અને તેના ભાઈ અજયને વારવા માટે આવેલા સંજયભાઈની હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે મનસુખભાઈને પાઈપના ઘા ઝીંકવામાં આવ્યા હતા.

ઉપરોક્ત ગુન્હો નોંધ્યા પછી પોલીસે નાસી છૂટેલા આરોપી હિતેશ ઉર્ફે ટકા તથા અજય મનસુખભાઈ ડોણાસીયાના સગડ દબાવ્યા હતા. આ બંને શખ્સ પોલીસની હાથવેતમાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh