Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાંધણગેસમાં સબસિડી અને ગુજરાતની પંચાયત-પાલિકાઓમાં ર૭ ટકા અનામતના
ખંભાળીયા તા. ૩૦ઃ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ર૭ ટકા અનામત તથા કેન્દ્ર સરકાર દ્વારા રાંધણગેસના બાટલામાં ર૦૦ રૃપિયા ઓછા તથા ઉજ્જવલા યોજનામાં ૪૦૦ રૃા. સબસિડી જાહેર કરતા આ નિર્ણયોને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા વધાવાયા હતાં.
વિશાળ સંખ્યામાં ખંભાળીયામાં જોધપુર ગેઈટ પાસે ઢોલ નગારા વગાડીને તથા ફટાકડા ફોડીને આતશબાજી કરીને તથા એકબીજાને પેંડા ખવડાવી મીઠું મોં કરાવીને રાજ્ય કેન્દ્ર સરકારના આ નિર્ણયો વધાવાયા હતાં.
સાંસદ પૂનમબેન માડમ તથા ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીએ જણાવેલ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ગુજરાત સરકાર રાજ્યના ઓબીસી એલ.સી.એસ.ટી. વર્ગોના હિતો માટે હંમેશાં સંવેદનશીલ રહી છે. અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બેઠકો તથા પ્રમુખપદો માટે જસ્ટીસ ઝવેરી કમિશનની રચના થઈ હતી જેના અહેવાલ પછી રાજ્ય સરકારે કેબીનેટ સબ કમિટી બનાવી હતી જેની ભલામણો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે બેઠકો તથા હોદ્દાઓ (પ્રમુખ, મેયર, સરપંચ) માટે ર૭ ટકા અનામતનો નિર્ણય કર્યો છે જે ખૂબ જ આવકારદાયક છે તથા પછાત વર્ગોના ઉત્કર્ષ થશરે એસ.પી. એસ.ટી. બેઠકો ધટાડાઈ નથી તથા કુલ અનામત પ૦ ટકાથી વધે નહીં તે પણ જોવાનું છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાંધણગેસમાં રૃા. ર૦૦ ઘટાડતા તથા ઉજ્જવલા યોજનાની સબસિડી રૃા. ૪૦૦ કરતા નબળા મધ્યમ વર્ગને પણ ખૂબ જ લાભ થશે અને મોંઘવારીમાં રાહત થશે. સાંસદ પૂનમબેન માડમ તથા મયુરભાઈ ગઢવી સાથે ભાજપના અગ્રણીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, અનિલભાઈ તન્ના, દિનેશભાઈ દત્તાણી, કિશોરભાઈ દત્તાણી, પી.એમ.ગઢવી, જયેશભાઈ ગોકાણી, ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ, વનરાજસિંહ વાઢેર, અશોકભાઈ કાનાણી, ઘેલુભા જાડેજા, નગાભાઈ ગાધેર વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial