Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ જામનગરના હાલારી વિશા ઓશવાળ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક વર્ષ ર૦રર-ર૩ માં ધો. ૯ થી ૧ર મા ૭પ ટકા કે તેથી વધુ, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષમાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર તેમજ એલએલબી, સીએ, સીએસ, બીએડ., એમ.એડ સહિતની પ્રોફેશનલ ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આથી વિદ્યાર્થીઓએ ફોર્મ તથા માર્કશીટની નકલ તા. પ-૯-ર૦ર૩ ને મંગળવાર સુધીમાં સાંજે પ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજ, મહાજન વાડી, જામનગરમાં પહોંચાડવાની રહેશે.
આ ઉપરાંત રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે, શૈક્ષણિક કે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ પણ ઓફિસે વિગત આપવાની રહેશે. આ અંગેના ફોર્મ ઓફિસેથી સાંજે પ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન મેળવી લેવા પ્રમુખ ઓતમચંદ રાયશી હરણિયા, માનદ્મંત્રી હિતેષ મનસુખલાલ ચંદરિયા અને કન્વિનર પરાગ નાથાલાલ હરિયા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial