Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે અને આવતીકાલે બન્ને દિવસ રાખડી બંધાશે
શ્રાવણ મહિનાની પૂનમને રક્ષાબંધન, બળેવ તથા નાળીયેરી પૂનમ સહિતનાં નામોથી ઓળખવામાં આવે છે. આજે જનોઈધારી બ્રાહ્મણો દ્વારા પરંપરાગત રીતે જનોઈ બદલવામાં આવે છે. ભદ્રા યોગને લીધે મુહૂર્તની અવઢને કારણે આજે અને આવતીકાલે બન્ને દિવસ રાખડી બાંધવામાં આવશે પરંતુ બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાની પરંપરા આજે નિભાવવામાં આવી હતી. શહેરનાં કે. વી. રોડ પર આવેલ બ્રહ્મપુરીમાં શાસ્ત્રોક્ત રીતે જનોઈ બદલવાનો સામૂહિક કાર્યક્રમ યોજાયો હતો. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે આ ધર્મકાર્ય સંપન્ન કર્યું હતું એ જ રીતે ગાંધીનગરમાં આવેલ શ્રી શિરડી સાંઈબાબા મંદિરે પણ મંદિર ટ્રસ્ટ તથા ગાંધીનગર બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો તથા બ્રહ્મભોજન કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial