Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
જામનગરમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી અને અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન રપ ડીગ્રી નોંધાયું હતું, તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ખાસ કરીને બપોરે વધારે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ના રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial