Advertisement
Author: નોબત સમાચાર

પુત્રીના લગ્ન પહેલાં આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થતા પિતાએ કરી આત્મહત્યા

પ્રેમના કારણે જેલમાં જવું પડતા યુવાને ખાધો ગળાફાંસોઃ માનસિક સ્થિતિના કારણે મહિલાનો આપઘાતઃ

જામનગર તા. ૩૦ઃ જામનગરના એક યુવાન થોડા સમય પહેલા રાજકોટની સગીરા સાથે પ્રેમ થઈ જતાં નાસી ગયા હતા. જેની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે આ યુવાનની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. હાલમાં જામીનમુક્ત થયેલા આ યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે પુત્રીના લગ્ન નિર્ધાર્યા પછી લગ્નનો ખર્ચ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે ઉઠાવી નહીં શકાય તેમ માની એક પરપ્રાંતિય પ્રૌઢે ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગીનો અંત આણ્યો છે. હાલમાં માનસિક બીમારીથી પીડાતા મહિલાએ ગળાટૂંપો ખાઈ લીધો છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મથુરા સોસાયટીમાં શેરી નં.૧૪માં રહેતા બાવીસ વર્ષના અનિલભાઈ મનસુખભાઈ  બાબરીયા નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે છતમાં રહેલા હંુકમાં ફાળીયું બાંધી તેના વડે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની તેમના પરિવારને જાણ થતાં અનિલભાઈને નીચે ઉતારી ચકાસવામાં આવતા આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પિતા મનસુખભાઈ નાથાભાઈ બાબરીયાએ પોલીસને જાણ કરી હતી. પીએસઆઈ જે.એસ. ગોવાણી દોડી ગયા હતા. તેઓએ મૃતદેહનો કબજો સંભાળી પિતાનું નિવેદન નોંધ્યંુ છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પુત્ર અનિલને રાજકોટમાં રહેતી એક સગીરા સાથે પ્રેમ થઈ ગયો હતો. તે પછી આ સગીરા સાથે અનિલ નાસી ગયો હતો. તે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરતા અનિલની પોલીસે ધરપકડ કરી હતી અને તે પછી જેલહવાલે કરાયો હતો. આ બાબત લાગી આવતા અનિલે આત્મહત્યા વ્હોરી લીધી છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના પાણાખાણ વિસ્તારની શેરી નં.૭માં રહેતા રામનિવાસ નાથુરામ નામના પંચાવન વર્ષના પ્રૌઢે સોમવારે બપોરે પોણા ત્રણેક વાગ્યે રેલવે ના ટ્રેક પર પીલોર નં.૮૩૨/૬૭ પાસે પહોંચી ત્યાંથી ધમધમાટ પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી લીધુ હતું. ગંભીર ઈજા પામેલા આ પ્રૌૈઢનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકના પરિવારનો સંપર્ક કર્યાે હતો. મનજીરામ કુંજબિહારી રામનો સંપર્ક થયો હતો.  તેઓએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યા મુજબ મૃતક રામનિવાસના પુત્રીની થોડા સમય પહેલા સગાઈ કરવામાં આવી હતી. તેઓની લાડકવાયીના લગ્ન નિર્ધારવામાં આવી રહ્યા હતા પરંતુ હાલમાં પિતા રામનિવાસની આર્થિક પરિસ્થિતિ નબળી બની ગઈ હોય તેઓ મનોમન મુંઝાતા હતા અને તેઓએ ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી દીધી છે.

જામનગર નજીકના હાપામાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં વસવાટ કરતા જયોેત્સનાબેન બકુલભાઈ મકવાણા (ઉ.વ.૪૯) નામના પ્રૌઢા છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. તેઓને સારવાર અપાવવામાં આવતી હતી પરંતુ સારૃં થતું ન હોય, કંટાળી ગયેલા આ મહિલાએ સોમવારની રાત્રે બે વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની ગઈકાલે સવારે પતિ બકુલભાઈ ચનાભાઈ મકવાણાને જાણ થઈ હતી. તેઓએ પોલીસને વાકેફ કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh