Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના કોલવામાં સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાના કૂટતા છ પકડાયા

પટમાંથી રોકડ તથા મોબાઈલ કબજે કરાયાઃ

જામનગર તા. ૩૦ઃ ખંભાળિયાના કોલવા ગામમાં સોમવારે રાત્રે જાહેરમાં તીનપત્તી રમતા છ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ તથા મોબાઈલ મળી કુલ રૃા.૩૧૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

ખંભાળિયા તાલુકાના કોલવા ગામના નવાપરામાં સોમવારની રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં એકઠા થઈ સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા ખંભાળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ત્યાં તીનપત્તી રમતા ઘેલાભાઈ આલાભાઈ જોડ, મલાભાઈ ભીખાભાઈ સીંધવ, ઠાયાભાઈ તેજાભાઈ જોડ, રાજાભાઈ કારાભાઈ જોડ, હરીભાઈ બાબુભાઈ જોડ, નથુભાઈ આલાભાઈ જોડ નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૨૧૧૫૦ રોકડા, બે મોબાઈલ મળી કુલ રૃા.૩૧, ૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. તમામ સામે જુગારધારાની કલમ-૧૨ હેઠળ કાર્યવાહી કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh