Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાભાર્થીઓ... સાવધાન...
ખંભાળિયા તા. ૩૦ઃ ભારત સરકારની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં કેટલાક ઈસમો દ્વારા લાભાર્થીઓ સાથે છેતરપિંડી થતી હોવાની બાબતો સામે આવતા આરોગ્ય વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા સાવચેતી માટે અપીલ કરવામાં આવી છે.
સરકારની આ યોજનામાં નિયત માપદંડ ધરાવતા સગર્ભા થતા મહિલાને જો બીજુ બાળક દીકરી હોય તો બન્ને કિસ્સાઓમાં પ૦૦૦ ની સહાય લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી. મારફત ચૂકવાય છે.
આ સિસ્ટમનો લાભ લઈને અમુક તત્ત્વો ફલાણી સરકારી કચેરીમાંથી બોલું છું કહીને આ યોજનામાં નાણા ચૂકવવા બેંક ડીટેલ પાસવર્ડ ઓ.ટી.પી.ની જરૃર છે કહીને મોબાઈલમાં પે બટન દબાવડાવીને લાભાર્થીના ખાતામાંથી રકમની ઊઠાંતરી કરતા હોવાના કિસ્સા બહાર આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારકા દ્વારા જણાવાયું છે કે, આખી પ્રક્રિયા છેતરપિંડીની છે. સરકારશ્રીના ઓનલાઈન પોર્ટલ પર અરજીથી ચૂકવણા સુધી થતું હોય તેમાં ક્યાંય કોઈને ફોન કરવામાં આવતો નથી કે બેંક વિગતો કે પે બટન દબાવવા કહેવાતું નથી જેથી આવા ફ્રોડ ફોન કોલનો જવાબ ના દઈને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો આવા કિસ્સામાં છેતરપિંડી થઈ હોય તો સાયબર ક્રાઈમ પોલીસ વિભાગનો તુરત જ સંપર્ક કરવા પણ જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial