Advertisement
Author: નોબત સમાચાર

વારસાઈ એન્ટ્રી રદ્દ કરવાના બે હુકમો રદ્દ કરવાનો કલેક્ટરનો હુકમ

રેકર્ડ ઓફ રાઇડ્સના ધોરણે નિર્ણય કરવા આદેશઃ

જામનગર તા. ૩૦ઃ ખંભાળિયાના ભરાણા ગામની એક જમીન અંગે વારસાઈ એન્ટ્રી નામંજૂર કરવાનો સર્કલ ઓફિસર તથા નાયબ કલેક્ટરે હુકમ કર્યાે હતો. તે હુકમ સામે કલેક્ટર સમક્ષ અપીલ થઈ હતી. કલેક્ટરે બંને હુકમો રદ્દ કરી રેકર્ડ ઓફ રાઈટ્સના ધોરણે નિર્ણય કરવા આદેશ કર્યાે છે.

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં સર્વે નં.૪ વાળી જમીન ભાઈશંકર મણીશંકર ખેતીયાના નામે હતી. તેઓનું અવસાન થતાં વારસ પ્રવીણાબેન વગેરેએ વારસાઈ એન્ટ્રી હક્ક પત્રકે દાખલ કરવા અરજી કરી હતી.

તે અરજી સર્કલ ઓફિસરે નામંજૂર કરી હતી. આ હુકમ સામે ખંભાળિયાના નાયબ કલેક્ટર સમક્ષ અપીલ કરાઈ હતી. તે અપીલ પણ નામંજૂર થઈ હતી. તેથી કલેક્ટર સમક્ષ પ્રવીણાબેન શાંતિલાલે અપીલ નોંધાવી હતી. અપીલ અન્વયે કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી કલેક્ટરે સર્કલ ઓફિસર તથા નાયબ કલેક્ટરના હુકમો રદ્ કરી રેકર્ડ ઓફ રાઈટ્સના ધોરણે નિર્ણય કરવા હુકમ કર્યાે છે. પ્રવીણાબેન તરફથી વકીલ આનંદ ગોહિલ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh