Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના મહાદેવવાડામાં
ખંભાળીયા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં અનેક પ્રાચીન શિવ-મંદિરો આવેલા છે. જેમાં સો વર્ષથી પણ પુરાણા મહાદેવ વાડાના શ્રી સિદ્ધનાથ મહાદેવ અદ્દભુત છે.
પ્રતિ શ્રાવણ માસમાં સવારે બહેનો દોઢેક કલાક સુધી બ્રાહ્મણો તથા ભકતો શાસ્ત્રોકતવિધિ તથા શિવસ્ત્રોત તથા શિવ નામાવલી સાથે સવા લાખ બિલ્વપત્રનો અભિષેક કરે છે તથા રોજ હજારો બિલ્વપત્રનો ભગવાનને અભિષેક કરીને પૂજાનું નિર્માણ પણ કરે છે.
ખંભાળીયાના ઔદિચ્ય બ્રહ્મ અગ્રણી તથા જિલ્લા કલેકટરના પી.એ. જયદીપભાઈ કિરણભાઈ જોશી, ગુણાભાઈ ભોગાયતા તથા અન્ય ભાવિકો દ્વારા વર્ષોથી આ પરંપરા છે તથા રોજ સવારે ભવ્ય પૂજા અને શાસ્ત્રોકત ભગવાન શિવના નામોનો જયઘોષ નિહાળવાનો લ્હાવો છે. પૂજારી વજુભાઈ તથા અનેક અગ્રણીઓ પણ પૂજામાં જોડાય છે તથા આ ગ્રુપ દ્વારા જ સિદ્ધનાથ મહાદેવનો ઝીર્ણોધ્ધાર પણ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial