Advertisement
Author: નોબત સમાચાર

વિપક્ષી ગઠબંધન તરફથી કેજરીવાલ બને વડાપ્રધાન પદના ઉમેદવારઃ પ્રિયંકા કક્કર

આમ આદમી પાર્ટીએ રોન કાઢી!

નવી દિલ્હી તા. ૩૦ઃ આવતીકાલથી બે દિવસ માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક મળી રહી છે, તે પહેલા જ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા માંગ ઊઠાવી છે.

વિપક્ષી ગઠબંધન આઈ.એન.ડી.આઈ.એ.ની ત્રીજી બેઠક ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વિપક્ષના પીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગણી કરી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રૂય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું, 'જો તમે મને પૂછો તો હું ઈચ્છું છું કે અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના ઉમેદવાર બને'. આવી કમરતોડ મોંઘવારીમાં પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મોંઘવારી સૌથી ઓછી છે. આ સિવાય તેમણે કહ્યું કે, દિલ્હીમાં મફત પાણી, મફત વીજળી, મફત શિક્ષણ, મહિલાઓ માટે મફત બસ મુસાફરી, વૃદ્ધો માટે મફત તીર્થયાત્રાની સુવિધા આપવામાં આવી રહી છે. આમ છતાં સરપ્લસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ઠક્કરે વધુમાં કહેતા જણાવ્યું હતું કે કેજરીવાલ સતત લોકોના મુદ્દા ઊઠાવી રહ્યા છે અને તેઓ પીએમ મોદી સામે ચેલેન્જર તરીકે ઉભરી આવ્યા છે.

આપના પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું કે, મેક ઈન્ડિયા નંબર ૧ મિશન હેઠળ અમે ઈચ્છીએ છીએ કે દેશમાં સામાન બને, પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, જ્યારે આપણે સામાન આયાત કરીએ છીએ ત્યારે મોંઘવારી પણ આયાત થાય છે. આવું કેમ થાય છે, આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેમની પાસે કોઈ ઈકોનોમિક મીશન નથી. અહીં મેન્યુફેક્ચરીંગ માઈનસ ચાલી રહ્યું છે.

પ્રિયંકા ઠક્કરે કહ્યું કે, કેજરીવાલના વિઝન હેઠળ ભારત મેન્યુફેક્ચરીંગ હબ બનશે. જ્યાં લાયસન્સ રાજનો અંત આવશે. વેપારીઓને કામનું વાતાવરણ મળશે. શિક્ષણ એ સ્તર પર હશે કે વિદેશી બાળકો ડોલર ખર્ચીને ભણવા આવશે. મોદી સરકારે કેટલાક વેપારીઓના હજારો કરોડ રૃપિયા માફ કર્યા, કલ્પના કરો કે આ પૈસાથી કેટલા રાજ્યોને મફત વીજળી મળી શકી હોત.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh