Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી જાહેર

૧૧ મહિના પછી કયાં જવું ? એક લાખ થી વધુ પત્રો લખાયા

ખંભાળીયા તા. ૩૦ઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માસિક ફીકસ ₹ ર૧ હજાર પગારની ભરતી જાહેર થઈ છે. આ માટેના તા. ૧-૯ થી ૧૧-૯-૨૦ર૩ સુધી અરજી થઈ શકશે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની માધ્યમિક શાળાઓમાં થોડા સમય પહેલા જ્ઞાન સહાયકની જાહેરાત કરી હતી તે પછી આજે પ્રાથમિક શાળાઓમાં પણ જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

શાળા કક્ષાએ ૧૧ માસના કરાર આધારિત માસિક ₹ ર૧ હજાર ફીકસ મહેનતાણાની આ નોકરી માટે તા. ૧-૯ થી ૧૧-૯-ર૩ સુધી અરજી થઈ શકશે. ૪૦ વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરાઈ છે તથા ઓનલાઈન અરજી મંગાઈ છે. રૂબરૂ ટપાલ, કુરીયર કે જિલ્લા રાજ્ય કચેરીએ અરજી અમાન્ય થશે. ૧-૯-૨૦ર૩ના ૧૨ વાગ્યે પૂર્ણ થશે, તેમ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર ગુજરાત રાજ્ય શાળા શિક્ષણ પરિષદ દ્વારા જાહેર થયું છે.

પ્રાથમિક તથા માધ્યમિકમાં ટેટ, ટાટ પાસ થનાર ઉમેદવારોને કાયમી નોકરી દેવાના બદલે ૧૧ માસની કરાર આધારીત માત્ર ફીકસ પગાર મોંઘવારી કે અન્ય લાભો ના મળે તેવી નોકરી જાહેર થતાં રોષ સાથે એકાદ લાખ ભાવિ શિક્ષકોએ વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને પત્ર લખીને ૧૧ મહિના પગાર નોકરી પછી કયાં જવું ? નો પ્રશ્ન સાથે પત્રો લખ્યા હતાં.

ટેટ, ટાટ બન્ને પાસ એક યુવતિએ જણાવેલ કે સરકારની આ નીતિથી યુવાનો-યુવતીઓને કાયમી નોકરી શિક્ષણ વિભાગમાં ના મળે તેવું હોય ભારે નિરાશા વ્યાપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh