Advertisement
Author: નોબત સમાચાર

ચોવીસની ચૂંટણી જીતવા ગેસ સિલિન્ડર સસ્તા કરવાની સિયાસતઃ મોદી સરકારનો માસ્ટર સ્ટોક?

વિપક્ષી મહાગઠબંધનની મિટિંગ પહેલા જ ર૦૦ રૃપિયાની સબસિડીની જાહેરાત સૂચક

નવી દિલ્હી તા. ૩૦ઃ વર્ષ ર૦ર૪ ની ચૂંટણી જીતવા મોદી સરકારે ક્રમશઃ કદમ ઊઠાવવાનું શરૃ કર્યું છે. એક તરફ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓની જાહેરાતો તથા ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગ માટે રૃા. ર૦૦ ની છૂટ આપી છે, જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ જે ગરીબોને કનેક્શન અપાયા છે તે લાભાર્થીઓને રૃા. ૪૦૦ નો ફાયદો કરાવાશે.

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી કોંગ્રેસે પણ પહેલેથી જ રૃા. પ૦૦ માં ગેસ સિલિન્ડર (બાટલો) આપવાનો વાયદો કર્યો છે, જ્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણીલક્ષી જાહેરાત કરતા ત્યાંના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રૃા. ૪પ૦ માં ગેસનો બાટલો આપવાનો વાયદો કર્યો છે, તો છત્તીસગઢ સરકારે પણ સસ્તા ગેસનો વાયદો કર્યો છે.

બાટલો આપવાનો વાયદો કર્યો છે, તો છત્તીસગઢ સરકારે પણ સસ્તા ગેસનો વાયદો કર્યો છે.

કેન્દ્ર સરકારે ગેસના ભાવોમાં કરેલા ઘટાડા અને કેટલીક રાજ્ય સરકારોએ પણ ગેસના ભાવો ઘટાડવા ઉઠાવેલા કદમ પછી એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે 'રેવડી' નો વિરોધ કરનારા અને 'રેવડી' ના નામે મતો માંગનારા પણ હવે ચૂંટણી ટાણે બેવડી ચાલ રમી રહ્યા છે. આ પ્રકારનો કટાક્ષ આમ આદમી પાર્ટી અને ભાજપને સાંકળીને થઈ રહ્યો હોવાનું મનાય છે.

એનડીએ સામે વિપક્ષો એકજૂથ થઈ રહ્યા છે ત્યારે મોદી સરકાર અને ભાજપ-એનડીએ શાસિત રાજ્યોમાં હવે લોકલુભાવન જાહેરાતોનો સીલસીલો પણ ચાલુ થઈ ગયો છે, અને ગેસના સિલીન્ડરના ભાવ ઘટાડાની જાહેરાતો તો એનડીએ અને વિપક્ષી મહાગઠબંધનના નેતાઓ જાણે ઉતરતા ક્રમની હરાજી થતી હોય, તેવી રેતી કરી રહ્યા છે.કેન્દ્ર સરકાર સામે સૌથી મોટા બે પડકાર મોંઘવારી અને બેરોજગારી છે, અને તેની સામે ઝડપભેર અને ક્રમબદ્ધ જે પગલાં લેવાઈ રહ્યા છે, તેને ચૂંટણીલક્ષી ગણાવાઈ રહ્યા છે. પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે વિપક્ષી મહાગઠબંધન ઈન્ડિયાની બીજી બેઠક યોજાય, તે પહેલાં જ કેન્દ્ર સરકારે ગેસના બાટલા સસ્તા કર્યા તે જ વિપક્ષી મહાગઠબંધનની તાકાત બતાવે છે અને ભાજપ સરકાર નવા મહાગઠબંધનથી ડરી ગઈ છે. બીજી તરફ લાલુ પ્રસાદ યાદવે મુંબઈમાં વિપક્ષી મહાગઠબંધનની મિટિંગ માટે મુંબઈ પહોંચ્યા પછી આપેલા સંકેતો ઘણાં જ મહત્ત્વના છે તે પહેલા તેમણે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે મજાકમાં કોનું ગળુ પકડવાની વાત કરી હતી, તેની ચર્ચા પણ વિશેષ ઢબે થઈ રહી છે. છત્તીસગઢ સરકારે પણ ચૂંટણી પહેલા જ રાજ્યમાં ઘરેલું ગેસ સસ્તો કરવાની જાહેરાત કરી હોવાના અહેવાલો છે. આ કારણે ચોવીસની (વર્ષ-૨૦૨૪) લોકસભાની અને તે પહેલા કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જીતવા સિલિન્ડર સસ્તા કરવાની સિયાસત શરૃ થઈ ગઈ હોવાની ચર્ચા છે.

વિપક્ષી મહાગઠબંધન ઈન્ડિયાના કોઈ એક સંયોજક નહીં હોય, પણ ૧૧ સભ્યોની સમિતિ બનશે. તેમ જાહેર થયું છે, તો બીજી તરફ ભાજપ દ્વારા કેન્દ્રીય યોજનાઓનો ગ્રાસ રૃટ લેવલ સુધી જોરદાર પ્રચાર થઈ રહ્યો છે, તો વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા દ્વારા મોદી સરકાર પર કેન્દ્રીય એજન્સીઓનો દૂરૃપયોગ કરવા, મનસ્વી રીતે શાસન ચલાવવા અને લોકતાંત્રિક મૂલ્યોનું હનન કરવા અને ચીનની પેશકદમી સામે ઢાંકપીછોડા જેવા આક્ષેપોની ઝડી વરસાવાઈ રહી છે બીજી તરફ જયાં વિપક્ષી કે તટસ્થ પક્ષોની અટકળો છે, ત્યાં પણ નવી નવી જાહેરાતો થઈ રહી છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના વર્ષ-ર૦ર૪ સુધી લંબાવવા વિચારણા કરી રહી હોવાનું બહાર આવ્યું છે. આ તમામ પગલાં ચૂંટણી મતોની લણણી કરવા માટેજ લેવાઈ રહ્યા હોવાનું તટસ્થ તારણ પણ નીકળી રહ્યું છે.

કેન્દ્ર સરકારની નવી જાહેરાતો અને સિલિન્ડરમાં સબસિડીની જાહેરાતને ઘણાં લોકો માસ્ટર સ્ટોક ગણાવી રહ્યા છે. તો કેટલાક વિવેચકો આજે ચૂંટણીલક્ષી નાટક ગણાવીને ભાજપના શાસનથી ત્રાસેલી જનતા રાજ્યો અને કેન્દ્રમાં હવે પરિવર્તન લાવશે, તેવો આશાવાદ વ્યકત કરી રહ્યા છે, અને લોકસભાની ચૂંટણી કદાચ ડિસેમ્બર-ર૦ર૩ કે જાન્યુઆરી-ર૦ર૪ માં જ યોજવાનો માસ્ટર સ્ટોક મોદી સરકાર લગાવશે તેવી આશંકાઓ વિપક્ષી નેતાઓ વ્યકત કરી રહ્યા છે ત્યારે જનતા જનાર્દને જ અંતિમ ફેંસલો લેવાનો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh