Advertisement
Author: નોબત સમાચાર

યુક્રેને પેસ્કોવ એરપોર્ટ પર ડ્રોન હુમલો કરી રશિયાના ચાર એરક્રાફ્ટ કર્યા બરબાદ

દોઢ વર્ષના યુદ્ધમાં સૌથી મોટો એટેકઃ

મોસ્કો તા. ૩૦ઃ રશિયા-યુક્રેન યુદ્ધમાં ૧૮ મહિનામાં સૌથી મોટો હુમલો કરીને યુક્રેને પેસ્કોવ એરપોર્ટ પર ૪ એરક્રાફ્ટ નષ્ટ કર્યા હોવાના અહેવાલો છે.

રશિયામાં સ્થિત પેસ્કોવ એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે, જે એસ્ટોનિયાની બોર્ડર નજીક છે. આ વાતની જાણકારી સ્થાનિક ગવર્નર મિખાઈલ વેડેનિંકોવે આજે આપી છે. તેમણે કહ્યું કે, ડ્રોન હુમલાના કારણે એરપોર્ટ પર ઊભેલા પ્લેન બરબાદ થઈ ગયા.

પેસ્કોવના ગવર્નર હુમલાના સ્થાન પર હાજર હતાં. તેમણે હુમલા સાથે જોડાયેલો એક વીડિયો ટેલિગ્રામ પર પોસ્ટ કર્યો છે. એક અહેવાલ અનુસાર ગવર્નર મિખાઈલ વેડેનિંકોવે જણાવ્યું કે, અમે પેસ્કોવ એરપોર્ટ પર ડ્રોન હુમલાને વિફલ કરી દીધો છે. તેમણે કહ્યું કે, અધિકારી નુક્સાનનું આંકલન કરી રહ્યા છે પણ કોઈ જાનહાનીના સમાચાર નથી. પેસ્કોવ યુક્રેનની સરહદથી લગભગ ૮૦૦ કિલોમીટર દૂર સ્થિત છે. તેની આસપાસના વિસ્તાર યુરોપિય સંઘના સભ્ય દેશો લાતવિયા અને એસ્ટોનિયાની સરહદોથી ઘેરાયેલા છે.

રશિયાના રક્ષા મંત્રાલય તરફથી કોઈ ટિપ્પણી નહોતી કરાઈ, જો કે તેમણે જણાવ્યું કે, આ ડ્રોન હુમલામાં ૪ પ્લેન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ગવર્નર મિખાઈલ વેડેનિંકોએ લખ્યું કે, જ્યાં સુધી રનવેના સંભવિત નુક્સાનનું આંકલન ન કરવામાં આવે ત્યાં સુધી એરપોર્ટ પર બુધવારની તમામ ઊડાનો રદ્ કરી દેવામાં આવી છે.

યુક્રેને તાજેતરના સપ્તાહોમાં મોસ્કો સહિત અન્ય રશિયન વિસ્તારોમાં ડ્રોન હુલાનો વરસાદ કરી દીધો છે. કીવે સમ ખાદ્યા છે કે તે રૃસને યુદ્ધ ખતમ કરવા માટે મજબૂર કરી દેશે, જ્યારે રશિયાએ એરપોર્ટ હુમલા પછી જાણકારી આપી કે તેમના એક ફોર્સના જવાનોએ બ્લેક સીમાં ૪ યુક્રેની જ્હાજને પોતાનું નિશાન બનાવ્યા. આ ૪ જ્હાજોમાં કુલ પ૦ યુક્રેની સૈનિક હાજર હતાં. રૃસી રક્ષા મંત્રાલયે ટેલિગ્રામ પર લખ્યું કે મોસ્કોના સમય અનુસાર અડધી રાત્રે (ર૧૦૦ જીએમટી) ની આસપાસ એક પ્લેને ૪ હાઈ સ્પીડવાળી આર્મી બોટને બર્બાદ કરી દીધી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh