Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કાની પ્રાથમિક શાળામાં યોજાયો
ખંભાળીયા તા. ૧૫ઃ સામાન્ય રીતે વર્ષોથી વિજ્ઞાન મેળા દર વર્ષે યોજાય છે, ત્યારે સિક્કાની કૃષ્ણ કુમાર પ્રા.શાળાના શિક્ષકો અને ધર્મેશભાઈ ગોવિંદભાઈ પરમારને વિચાર આવ્યો કે વિજ્ઞાન મેળાની જેમ ટેકનોલોજી, ઉપકરણો, ચાર્ટ, પ્રોજેકટ અને ડીઝિટલ માધ્યમોનો ઉપયોગ કરીને સામાજિક વિજ્ઞાન મેળો યોજવો.
સામાજિક વિદ્યા વિષયને નવુંં રસપ્રદ, ઉત્કૃષ્ટ તથા છાત્રો માટે આનંદદાયક શિક્ષણ આપવાના હેતુથી સિક્કામાં કૃષ્ણ કુમાર શાળામાં સામાજિક, વિજ્ઞાન મેળાનું પ્રદર્શન થયું અને તે સફળ રહ્યુંં હતુુ. જિ.શિ. એસ.જે. ડુમરાણિયા આવ્યા અને બાળ દેવો ભવના સુત્રને સાર્થક કરવા આ મેળાની રીબીન કાપી ઉદ્ઘાટન પણ બાળકના હસ્તે કરાવ્યું હતુંં. પ્રદર્શનનો લાભ મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ, ગ્રામજનોએ લીધો હતો.
આ સામાજિક વિજ્ઞાન મેળાનો પ્રયોગ સફળ કરવામાં ક્રષ્ણ કુમાર પ્રા. શાળાના શિક્ષકો સંકલનકાર ધર્મેશભાઈ પરમારની સાથે નજીકની શાળાઓના શિક્ષકો ગાયત્રીબેન પાઠક, અફઘાની તબસુમ, ગીતાબેન પટેલ, રીનાબેન સોનૈયા, પારૃલબેન પરમાર, મુકેશભાઈ ચાંડ્યા, હેમાલીબેન પંડ્યા, દીપ્તીબેન નથવાણી, કાજલબેન કાપડીયા, રવિભાઈ જોશી, સી.આર.સી. પણ સહભાગી થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag