Advertisement
Author: નોબત સમાચાર

સિંગતેલના ભાવમાં ભડકોઃ ડબ્બે રૃા.૧પ૦ વધી જતા ભાવ ૩ હજારને પાર

ચીનમાં મોટા પાયે નિકાસ અને ફરસાણ માટે માંગ વધી જતા

રાજકોટ તા. ૧પઃ સીંગતેલના ભાવમાં વિવિધ કારણોસર ભડકો થયો છે, અને મહામારીનો સામનો કર્યા પછી હવે મોંઘવારીમાં પીસાઈ રહેલી જનતા સરકાર યોગ્ય કદમ ઊઠાવે તેવુ ઈચ્છી રહી છે.

મહામારીનો સામનો થયા પછી હવે મોંઘવારીનો માર વધી રહ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. માત્ર બે દિવસમાં સિંગતેલના ડબાનો ભાવ રૃા. ૧પ૦ વધી જવા સાથે ફરી એકવાર રૃા. ૩ હજારને વટાવી ગયો છે. ચીનમાં મોટાપાયે નિકાસથી સિંગતેલના નવા ડબાનો ભાવ રૃા. ૧૦૦-૧પ૦ વધ્યો છે. ખાદ્યતેલો પરની આયાત ડ્યુટી વધારવા ઓઈલ મીલોની માંગ છે. આગામી સમયમાં ડ્યુટીમાં વધારો, માર્કેટીંગ યાર્ડોમાં મગફળીની આવકમાં ઘટાડો, ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા જેવા પરિબળોને લીધે ભાવ અચાનક ઊંચકાયા છે. અન્ય ખાદ્ય તેલોની સરખામણીએ સિંગતેલના ડબાનો ભાવ રૃા. ૧ હજાર જેટલો વધુ છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના પાકનો અંદાજ ર૮-ર૯ લાખ ટન મૂકવામાં આવ્યો છે જે ગત્ વર્ષે ૩ર-૩૩ લાખ ટન હો. ઉત્પાદનમાં ઘટાડો અને સિંગદાણા તથા સિંગતેલની નિકાસના કારણે બજારને સપોર્ટ મળ્યો છે. ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિટન ર૦૦૦-રર૦૦ ડોલરના ભાવે સિંગતેલના મોટાપાયે સોદા થયા હતાં જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે. ચીનની નિકાસ ઘટા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે છે.

ઓઈલમીલરોનું કહેવું છે કે, નિકાસ વેપાર અને ખેડૂતોની મગફળીની વેચવાલી પર બજારનો ટ્રેન્ડ નિર્ભર બનશે, જો કે અન્ય ખાદ્ય તેલોને ધ્યાનમાં લેતા ભાવ ફરક વધી ગયો હોવાથી હવે ઝડપી તેજી જણાતી નથી, છતાં ઉપરમાં ૩ર૦૦-૩૩૦૦ નો ભાવ થાય તો નવાઈ નહીં. મગફળીનો ભાવ સિઝનની શરૃમાં પણ દીઠ રૃા. ૧ર૦૦ આસપાસ રહ્યો હતો જે વધીને અત્યારે રૃા. ૧પ૦૦-૧૬૦૦ બોલાવા લાગ્યો છે. મગફળીના ઊંચા ભાવ છતાં ઓઈલ મીલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ફરસાણ માટે સિંગતેલનીમાંગ વધી હોવાને પણ જવાબદારનું એક કારણ માનવામાં આવે છે.

કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પછી હવે સિંગતેલના ભાવમાં પણ ભડકો થતા ત્રાહિમામ્ થઈ રહેલા લોકો હવે સરકાર મોંઘવારીના નિયંત્રણ માટે વ્યવસ્થિત અને અસરકારક કદમ ઊઠાવે, તેવું ઈચ્છી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh