Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેપર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓના માર્કસમાં વધારો થશેઃ
જામનગર તા. ૧પઃ જામનગરની ક્રિષ્ના સ્કૂલ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા આપતા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના દરેક વિદ્યાર્થીઓ માટે પેપર સેટ ક્રિષ્ના સ્કૂલના એક્સપર્ટ ટીચરની ટીમ દ્વારા તૈયાર કરાયેલ છે, જેમાં દરેક વિષયની ટીમ દ્વારા બોર્ડ પરીક્ષાને અનુલક્ષી ખૂબ જ મહત્ત્વના ત્રણ પેપર તૈયાર કરેલ છે. આ પેપર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓના માર્કસમાં વધારો થશે. આ પેપર સેટમાં ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વિષયના ત્રણ પેપર આપવામાં આવેલ છે સાથે સાથે ગણિત વિષય માટે બેઝીક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બન્ને ગ્રુપના વિદ્યાર્થીઓ માટે પેપર આપવામાં આવેલ છે. જે વિદ્યાર્થીને બેસ્ટ પેપર પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી પેપરસેટ છે.
જામનગર ર૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ક્રિષ્ના સ્કૂલ દ્વારા તૈયાર કરાયેલ આ પેપરસેટ મેળવી અને પેપર સોલ્યુશન શરૃ કરી દીધેલ છે. વિદ્યાર્થીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ક્રિષ્ના સ્કૂલ દ્વારા આ પેપરસેટ વિતરણની તારીખ ૧૮-ર-ર૦ર૩ સુધી ચાલુ રાખવામાં આવ્યું છે. પેપરસેટ વિદ્યાર્થીઓને ક્રિષ્ના સ્કૂલ ખોડિયાર કોલોનીમાંથી રૃબરૃમાં મળી શકશે.
ક્રિષ્ના સ્કૂલ દ્વારા સીબીએસસીના વિદ્યાર્થીઓ માટે પણ પેપરસેટ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સીબીએસસી બોર્ડ પેપર પદ્ધતિને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલ છે જે વિદ્યાર્થીને બેસ્ટ પેપર પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી પેપરસેટ છે.
ક્રિષ્ના સ્કૂલ દ્વારા જામનગરના (સીબીએસઈ અને જીએસઈબી) બોર્ડના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ-કમ-મોડેલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ મોડેલ ટેસ્ટ સંપૂર્ણ બોર્ડ પરીક્ષા પદ્ધતિ મુજબ જ લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખી સ્કૂલ દ્વારા મોડેલ ટેસ્ટ-ર નું આયોજન કરવામાં આવેલ છે. આ ટેસ્ટમાં તા. ૧૯-ર-ર૦ર૩ ના સાયન્સ વિષયનું પેપર અને તા. ર૦-ર-ર૦ર૩ (સોમવાર) ગણિત વિષયનું પેપર રાખવામાં આવેલ છે. આ ટેસ્ટનો સમય બોર્ડ પરીક્ષા મુજબ જ સવારે ૧૦ થી ર-૧પ વાગ્યા સુધીનો રહેશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓએ તા. ૧૮-ર-ર૦ર૩ સુધીમાં પોતાના પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે સ્કૂલનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag