Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની આઈટીઆઈમાં સફાઈ, પાણી સહિતની સુવિધાઓનો અભાવ

એબીવીપી દ્વારા આવેદન પાઠવાયું

જામનગર તા. ૧૫ઃ જામનગરની આઈટીઆઈમાં સફાઈના પ્રશ્ને આજે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

જામનગરની આઈટીઆઈ બિલ્ડીંગ-કેમ્પસમાં સાફ-સફાઈનો અભાવ જોવા મળે છે. આથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં અગવડતા પડી રહી છે. તેમજ તેમના સ્વાસ્થ્યને પણ હાની પહાંેેચે છે.

આઈટીઆઈમાં બંધ બાથરૃમ ખોલવામાં આવે ત્યારે તેની સઘન સફાઈ કરવામાં આવે તે જરુરી છે. આઈટીઆઈમાં ફાયર સેફટીના તમામ સાધનોની એકસ્પાયરી ડેઈટ પૂરી થઈ ચૂકી છે.

છતાં તે બદલાવવામાં આવ્યા નથી. આઈટીઆઈની આ બેદરકારી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી શકે છે.

કલાસમાં બેન્ચની પૂરતી વ્યવસ્થા નથી અનેક સ્થળે લાદી તુટી ગઈ છે તેને રિપેર કરવાની જરૃર છે. કેમ્પસમા પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી.

આ તમામ સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવો જોઈએ તેવી માંગણી સાથે આજે જામનગરમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા આઈટીઆઈના પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવાયુંં હતુું. તેમ નગર મંત્રી દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યુંં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh