Advertisement
Author: નોબત સમાચાર

રેલવે દ્વારકા રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

મહાશિવરાત્રિના મેળા નિમિત્તે

રાજકોટ તા. ૧૫ ઃ જુનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મહાશિવરાત્રિ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ-જુનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે અને ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.

જેમાં રાજકોટ-જુનાગઢ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન ૧૫-૨-૨૦૨૩ થી ૨૧-૨-૨૦૨૩ સુધી (૧૬-૨-૨૦૨૩ અને ૨૧-૨-૨૩) સિવાય દોડશે. ઉપરોકત દિવસોમાં આ ટ્રેન રાજકોટથી સવારે ૧૦-૪૫ કલોકે ઉપડી જુનાગઢ સ્ટેશને બપોરે ૧૨.૪૫ કલાકે પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન જુનાગઢથી ૧૫-૩૦ કલાકે ઉપડશે અને ૧૫.૫૫ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડેલ, રીબડા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશન પર ઉભી રહેશે.

ટ્રેન નં. ૧૯૧૧૯/ ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ-સોમનાથ એકસપ્રેસ ટ્રેન નં. ૦૯૫૧૩/૦૯૫૧૪ વેરાવળ, રાજકોટ, વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં. ૧૯૨૦૭/ ૧૯૨૦૮ પોરબંદર, સોમનાથ, પોરબંદર એકસપ્રેસ અને ટ્રેન નં. ૦૯૫૨૨/૦૯૫૨૧ રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જર સ્પેશિયલમાં વધારાના કોચ લગાડવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh