Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને વ્યક્તિના ફોટા, વર્ણન મેળવી પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા.૧૫: જામનગરના ગોકુલનગરમાં રહેતા એક પરિણીતા બે સપ્તાહ પૂર્વે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પોલીસમાં જાણ કરાઈ છે. જ્યારે ધ્રોલની એક યુવતી ચાર દિવસ પહેલા દુકાને જવાનું કહી નીકળ્યા પછી લાપતા બની જતાં પોલીસમાં તેમના પિતાએ જાણ કરી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા મયુરનગર પાસે પ્રજાપતિની શેરી નં.પમાં વસવાટ કરતા ભરતસિંહ નારૃભા રાઠોડ નામના યુવાનના પત્ની જાગૃતિબા (ઉ.વ.૩૪) ગઈ તા.૨૮ જાન્યુઆરીના દિને સવારે આઠેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.
ગુમ થનાર મહિલા ઉજળો વાન, મધ્યમ બાંધો અને સાડા ચારેક ફૂટની ઉંચાઈ ધરાવે છે. છેલ્લે તેઓએ લીલા રંગની સાડી પહેરેલી હતી. આ મહિલા અંગે કોઈને જાણકારી હોય તો સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન ઃ ૦૨૮૮-૨૫૫૦૮૦પ અથવા જમાદાર એન.બી. સદાદીયા-૯૯૨૫૯ ૭૭૦૯૪નો સંપર્ક કરવો.
ધ્રોલના ચંદનવાસમાં ચાર ચોક પાસે રહેતા જેઠાભાઈ ટપુભાઈ ચાવડા નામના પ્રૌઢની પુત્રી અનીશાબેન (ઉ.વ.ર૦) ગઈ તા.૧૦ની સવારે અગિયારેક વાગ્યે પોતાના ઘરેથી મમરા લેવા જવાનું કહી નીકળ્યા પછી ગઈકાલ સુધી પરત નહીં ફરતા તેણીના પરિવારે સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. તેમ છતાં આ યુવતીનો પત્તો નહીં લાગતા ગઈકાલે પોલીસમાં જાણ કરવામાં આવી છે. આ યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ધ્રોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag