Advertisement
Author: નોબત સમાચાર

'ન ફૂટપાથ કી ગોદ થી- ન ફૂટ કા સાયાં' ત્યારે અખબારની ટેક્સીમાં દ્વારકા આવતોઃ પરિમલ નથવાણી

'નોબત'માં આકર્ષક ઢબે છપાયેલા સમૂહલગ્નના સમાચારો રસપૂર્વક વાંચ્યા

દ્વારકા તા. ૧પઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મોભી અને રાજ્ય સભાના સાંસદ તથા દ્વારકા દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીએ ગઈકાલે તેમની દ્વારકાની મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તથા ક્ષત્રિય વાઘેર સમાજના સમૂહલગ્નોત્સવ પ્રસંગના ઉદ્બોધનમાં ભારે ભાવુક્તા અને નિખાલશતાથી હસતા મૂખે જણાવ્યું હતું કે, મારા ઉપર દ્વારકાધીશજીની કૃપા છે અને મને ભગવાન દ્વારકાધીશજીમાં અત્યંત શ્રદ્ધા સાથે પ્રેમ છે. એટલે જ મને વારંવાર દ્વારકાધીશજીને મળવાનું અને તેના ચરણમાં મસ્તક નમાવવાનું મન થાય છે.

પરિમલભાઈ નથવાણીએ તેમના જીવનના વર્ષો જુના દ્વારકા સાથેના સંભારણાને યાદ કરતા દિલના અંતરના શબ્દોમાં કહ્યું હતું કે, એમ કહી શકાય કે 'ન ફૂટપાથ કી ગોદ થી, ન ફૂટ કા સાયાં' ત્યારે પણ હું એસ.ટી. બસમાં અને અખબારોની ટેક્સીમાં પણ પ્રવાસ કરીને દ્વારકાધીશના ચરણમાં મસ્તક નમાવવા વારંવાર આવતા હતો.

તેમણે તેમના જુના મિત્રો જેમની સાથે આજે પણ સંપર્કમાં છે તેવા રમણિકભાઈ રાડિયા તથા નટુભાઈ ગણાત્રા અને દ્વારકાના ચંદુભાઈ બારાઈ સાથેના સંસ્મરણોને પણ તાજા કર્યા હતાં અને જ્યારે વર્ષોથી દ્વારકાધીશજીના દર્શન કરાવવાની વ્યવસ્થા સંભાળતા નથવાણીના ગોર કપિલભાઈ વાયડાના આશીર્વાદ લીધા હતાં.

પરિમલભાઈએ અખબારી જગતના હાલારના જુના સાથીદાર 'નોબત'ની સમૂહ લગ્ન પ્રસંગની આકર્ષક પૂર્તિનું રસપૂર્વક વાચન કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh