Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્ષેત્રફળ આધારિત બાકી વેરા ભરપાઈ માટે
જામનગર તા. ૧પઃ વર્ષ ર૦૦૬ થી ક્ષેત્રફળ આધારિત બાકી મિલકત વેરા, વોટર ચાર્જ તથા વ્યવસાય વેરાની રકમ ઉપર પ૦ ટકાના બદલે ૧૦૦ ટકા લેખે વ્યાજ રાહત યોજના મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.
જે મિલકતોનો ર૦૦૬ થી અમલમાં આવેલ ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેક્સની બાકી રોકાતી મિલકતવેરા અને વોટર ચાર્જની રકમ એકસાથે ૧૦૦ ટકા બાકી રકમ ભરપાઈ કરે તેવા મિલકત ધારકોને ૯ ટકાના બદલે ૧૮ ટકા (એટલે પ૦ ના બદલે ૧૦૦ ટકા) લેખે વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવી છે. જેથી ૧૮ ટકા લેખે અસરકારક વ્યાજની રકમ સંપૂર્ણ રાહત/માફી આપવામાં આવી છે.
વધુમાં આ યોજના અંતર્ગત નિયમોનુસાર આજ દિન સુધીની બાકી રોકાતી વ્યવસાય વેરાની સંપૂર્ણ રકમ ભરપાઈ કર્યાથી મિલકત વેરા તથા વોટર ચાર્જની માફક વ્યવસાય વેરામાં પણ ઉક્ત વિગતે બાકી રકમ ઉપર નિયમોનુસાર વસૂલવામાં આવતા ૧૮ ટકા લેખે વ્યાજ માફી આપવામાં આવશે. આ વ્યાજ રાહત યોજનાની મુદ્ત તા. ૧પ-ર-ર૦ર૩ થી ૩૧-૩-ર૦ર૩ સુધી અમલમાં રહેશે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦રર-ર૩ ના વાર્ષિક મિલકતવેરા/વોટર ચાર્જના બીલની ડોર ટુ ડોર બજવણી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમને બીલ મળ્યા ન હોય તેવા આસામીઓ જુના બીલના આધારે વેરો ભરપાઈ કરી શકશે. જામનગર મહાનગર પાલિકાની ુુુ.દ્બષ્ઠદ્ઘટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ.ર્ષ્ઠદ્બ ઉપરથી બીલ ડાઉનલોડ પણ કરી શકાશે.
જામનગર મહાનગર પાલિકાના મુખ્ય ટેક્સ કલેક્શન વિભાગ, શરૃ સેક્શન, ગુલાબનગર અને રણજીતનગર સિવિક સેન્ટર, એચડીએફસી, નવાનગર, આઈડીબીઆઈ, કોટક મહિન્દ્રા, શાખામાં પણ આ વેરો ભરપાઈ કરી શકાશે. તેમજ ઓનલાઈન ટેક્સ કલેક્શન વેનમાં પણ વેરો ભરપાઈ થઈ શકાશે. જ્યારે ઓનલાઈન ટેક્સ ભરનારને બે ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag