Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાદનપરમાં યુવાને દોરડામાં જાત ટીંગાડી લીધીઃ
જામનગર તા.૧૫ ઃ જામનગર તાલુકાના દોઢીયા ગામના સરપંચે ગઈકાલે સાંજે ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. જ્યારે શહેરના યોગેશ્વરધામમાં એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે અને જોડિયાના બાદનપર ગામમાં એક ભરવાડ યુવાને અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. પોલીસે ત્રણેય બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે.
જામનગર તાલુકાના આમરા ગામ નજીકના દોઢીયા ગામમાં સરપંચ તરીકે સેવા આપતા મંગાભાઈ કરણાભાઈ ટોયટા ગઈકાલે સાંંજે લાખા બાવળ ગામ નજીક આવેલા રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા જ્યાંથી ધમધમાટ પસાર થયેલી એક ટ્રેન હેઠળ મંગાભાઈએ ઝંપલાવી લીધુ હતું. તે ટ્રેનના તોતિંગ પૈંડા તેમના શરીર પર ફરી વળતા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની જાણ થતાં રેલવે પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. સરપંચે ક્યા કારણોથી આત્મહત્યા કરી? તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જામનગરના યોગેશ્વર ધામની શેરી નં.પમાં રહેતા જીજ્ઞાબેન કિરીટભાઈ કેશુર નામના ત્રેવીસ વર્ષના વાળંદ યુવતીએ ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણથી ઓરડામાં આવેલા પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવતીનંુ શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. પિતા કિરીટભાઈ ભીખુભાઈ કેશુરે પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આત્મહત્યાનું અંગેનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
જોડિયા તાલુકાના બાદન પર ગામમાં રહેતા ભૂપતભાઈ દેવાભાઈ ટોયટા નામના બાવીસ વર્ષના ભરવાડ યુવાને ગઈકાલે સાંજે પોતાના ગાયો રાખવાના વાડે જઈ ત્યાં આવેલા બાવળના ઝાડમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું પણ મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ મેસુરભાઈ ટોયટાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag