Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય મહેમાન પદે પરિમલભાઈ નથવાણી, સાંસદ પૂનમબેન માડમ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
દ્વારકા તા. ૧પઃ દ્વારકામાં માણેક પરિવાર દ્વારા આયોજીત વાઘેર ક્ષત્રિય સમાજના ૧૧૧ દંપતીઓનો સમૂહલગ્નોત્સવ સંપન્ન થયો હતો. મુખ્ય મહેમાન પરિમલ નથવાણીએ દ્વારકા ક્ષેત્રના ઉદ્યોગો અને પ્રવાસનને વિક્સાવવાની તમન્ના વ્યક્ત કરી હતી. સાંસદ પૂનમબેન માડમે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
દ્વારકા તાલુકા ક્ષત્રિય વાઘેર સમાજના ૧૧૧ નવદંપતીઓના સમૂહ લગ્નના ઐતિહાસિક મેળાવડામાં દીપ પ્રાગટ્ય કરી લગ્નોત્સવનો પ્રારંભ રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક તથા સંત ગણોએ કરાવ્યો હતો.
વિશાળ જનમેદની વચ્ચે પરિમલ નથવાણીએ તેમના પ્રરેણાદાયક ઉદ્બોધનમાં સમાજના ઉત્કર્ષની વાત કરતા કહ્યું હતું કે, દ્વારકા યાત્રાધામ એ મારા જીવનનું ખૂબ જ ઉચ્ચ કક્ષાના સ્થાને બિરાજમાન છે અને હું દ્વારકાધીશજીની કૃપા ભક્તિથી આજે જે કાંઈ છું, તેને મારી જાતને ખૂબ જ ધન્ય અને ગૌરવ અનુભવું છું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જ વતની નથવાણીએ પબુભા માણેક અને પૂનમબેન માડમને સાથે રાખીને ભવિષ્યમાં દ્વારકા ક્ષેત્રની રોજગારી વધારવા નવા ઔદ્યોગિકરણ અને યાત્રાધામના વિકાસ માટે સઘન પ્રયાસો કરવાની તમન્ના પણ વ્યક્ત કરી હતી.
દ્વારકાનો યાત્રાળુઓને સંબંધિત મુખ્ય પ્રશ્ન સુદામા સેતુ જે હાલ મોરબીની ઘટના પછી બંધ કરવામાં આવ્યો છે તેને રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર સાથે પરામર્શ કરી પુનઃ શરૃ કરવાની ખાત્રી તેઓએ પબુભાને આપી હતી.
સમૂહ લગ્નોત્સવ જેવા ઉમદા કાર્યો કરવા માટે પબુભા માણેકને 'શિવ'ના ઉદ્ગાર સાથે નથવાણીએ બિરદાવતા કહ્યું હતું કે દ્વારકા વિસ્તારના સમાજના ઉત્કર્ષ માટે પબુભાએ હંમેશાં નોંધનીય સેવાઓ કરી છે.
આ લગ્નોત્સવમાં પબુભાના પુત્રો નિલેષ માણેક, સહદેવસિંહ માણેકએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત-સન્માન કર્યું હતું.
સાંસદ પૂનમબેન માડમએ પણ સમૂહ લગ્નોત્સવના નવદંપતીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના ગોવિંદસ્વામી દ્વારકાદાસભાઈ રાયચુરા, બચુભાઈ વિઠ્ઠલાણી, જ્યોતિબેન સામાણી, વિજય બુઝડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag