Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભા-વિધાનસભાના અધ્યક્ષોની ઉપસ્થિતિઃ સીએમનું પ્રારંભિક સંબોધન
ગાંધીનગર તા. ૧પઃ ગુજરાત વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બે દિવસની કાર્યશાળાનો લોકસભા અને વિધાનસભાના અધ્યક્ષોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આજે ગુજરાત વિધાનસભામાં બે દિવસની કાર્યશાળાનો પ્રારંભ થયો છે. આ કાર્યશાળામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભાની કાર્યપ્રણાલી અંગે માહિતગાર કરવામાં આવશે અને વિધાનસભા સત્ર દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે માહિતી આપવામાં આવશે.
આ કાર્યશાળાના પ્રારંભ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચક નિવેદન કર્યું હતું. તેમણે ગુજરાતને સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ગણેશ વાસુદેવ માવળંકરની તપોભૂમિ છે અને સમગ્ર દેશે ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે સ્વીકાર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભા ગૃહે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતા આપ્યા છે. ગુજરાતના વિકાસમાં વિધાનસભા ગૃહનો મોટો ફાળો રહ્યો છે અને આ વિકાસની પ્રક્રિયામાં આજથી શરૃ થયેલ કાર્યશાળા ગૃહને વધુ મદદરૃપ સાબિત થશે.
વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકસભા અને વિધાનસભાને લોકશાહીના મંદિર ગણાવતા કહ્યું હતું કે આપણે આપણા લોકતાંત્રિક મંદિરની પવિત્રતા જાળવવી તે આપણી ફરજ છે.
આ પછી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યોની તાલીમ શરૃ કરાવી હતી, અને પ્રેરક ઉદ્બોધનો કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag