Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પોલીસના લોકમેળામાં ત્રણ આસામીને સ્થળ પર જ ફાળવાઈ લોન

અન્ય ત્રણનું બેંકોએ મંજૂર કર્યું ધિરાણઃ

જામનગર તા.૧૫ ઃ જામનગરમાં ગઈકાલે રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ દ્વારા લોનમેળો યોજવામાં આવ્યો હતો. જેમાં ત્રણ આસામીને સ્થળ પર જ ચેક દ્વારા લોન આપવામાં આવી હતી અને ત્રણ આસામીની લોન મંજૂર કરાઈ હતી. પોલીસ દ્વારા યોજાયેલા ૮૪ લોનમેળામાં રૃપિયા એકાદ કરોડની લોન જુદી જુદી બેંકોએ મંજૂર કરી છે. કાલે લોનમેળામાં ૫૦૦થી વધુ નાગરિક ઉપસ્થિત હતા.

જામનગરના પોલીસ હેડ કવાર્ટરમાં ગઈકાલે રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિ અને જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાધોરણ મુજબ અને સરળતાથી નાગરિકોને લોન મળી શકે તે માટે સહકારી, સરકારી બેંકોના અધિકારીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

લોનમેળામાં પ૦૦ જેટલા નાગરિકો હાજર રહ્યા હતા. તેમાંથી લોન મેળવવા ઈચ્છતા નાગરિકો માટે સ્થળ પર જ શરૃ કરાયેલી કામગીરીમાં બે આસામીને મુદ્રા લોન તેમજ એક મહિલા આસામીને દુકાન માટે રૃા.ર લાખની લોન મળી કુલ રૃા.૧૨ લાખની લોન સ્થળ પર જ આપવામાં આવી હતી.

તે ઉપરાંત બે આસામીને બીઓઆઈ તેમજ એક આસામીને એસબીઆઈ દ્વારા કુલ રૃા.૧૦,૩૦,૦૦૦ની લોન અપાઈ હતી. ગઈકાલ સુધીમાં જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં કરવામાં આવેલા લોન અંગેના ૮૪ કેમ્પમાં બેંક, સરકારી મંડળીઓ દ્વારા રૃા.૯૭,૫૦,૦૦૦ની લોન મંજૂર કરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh