Advertisement
Author: નોબત સમાચાર

કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ તથા ગુજરાતી કેળવણી પરિષદના સંયુક્તક્રમે ગ્રંથગોષ્ઠિ

મનસુખભાઈ સલ્લાની ખાસ ઉપસ્થિતિમાં

જામનગર તા.૧૫ઃ શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ અને ગુજરાતી કેળવણી પરિષદ-જામનગર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ વિષેના ત્રણ પુસ્તકો વિશે ગ્રંથ ગોષ્ઠિ કાર્યક્રમ, કેળવણીના કબીરવડ સમા તથા ગુજરાતી કેળવણી પરિષદ અમદાવાદના પ્રમુખ મનસુખભાઈ સલ્લાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ આસ્વાદ - પરિચય કાર્યક્રમમાં પ્રિ. દિલીપભાઈ આશરે ઃ અનુભવની એરણ પર (લે.મનસુખભાઈ સલ્લા), પ્રફુલ્લાબા જાડેજા ઃ દિવા સ્વપ્ન (લે. ગિજુભાઈ બધેકા) અને મનસુખભાઈ સલ્લાએ ઃ તોત્તોચાન (લે.તેત્સુકો કુરોયાનાગી) જેવાં શિક્ષક આલમ માટે માર્ગદર્શક અને પ્રેરક પુસ્તકો વિષે આશરે રપ૦ થી વધારે કેળવણીકારો, આચાર્યો, શિક્ષકો તેમજ જુદીજુદી તાલીમી કોલેજના તાલીમાર્થીઓ સમક્ષ રસપ્રદ વકતવ્ય આપી, પુસ્તકોની સાચી ઓળખ કરાવી હતી.

કસ્તુરબા સત્રી વિકાસગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગરે કાર્યક્રમમાં સૌને આવકાર્યા અને પ્રભુભાઈ ચાંદ્રાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. આ પ્રસંગે કેળવણી પરિષદ જામનગર કેન્દ્ર દ્વારા મુ. મનસુખભાઈ સલ્લાને સૂત્રમાલા, શાલ અને સન્માન પત્રથી અભિવાદીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આભારદર્શન ડો. હેમાંગ પારેખે કર્યુ અને સમગ્ર સંચાલન કાર્યાલય મંત્રી પાર્થ પંડયાએ કર્યુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh