Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વરણા ગામ પાસે બાઈક સાથે મોટર ટકરાઈ પડતા યુવાનનું મૃત્યુ

અકસ્માત સર્જનાર મોટરચાલક સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા.૧પ ઃ જામનગરના વરણા ગામથી વડલા ગામ વચ્ચે ગઈકાલે એક બાઈકને મોટરે ઠોકર મારતા જામવંથલી ગામના મોટર સાયકલચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગર તાલુકાના જામ વંથલી ગામના કરણાભાઈ કાનજીભાઈ ટોરીયા નામના પાંત્રીસ વર્ષના ભરવાડ યુવાન ગઈકાલે સવારે નવેક વાગ્યે ધુતારપર ગામથી પોતાના ગામ તરફ પરત આવવા માટે જીજે-૧૦-સીએચ ૪૬૭૯ નંબરના મોટરસાયકલમાં રવાના થયા હતા. તેઓ જ્યારે કરણા ગામથી વડલા ગામ વચ્ચે પહોંચ્યા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

તેઓના મોટરસાયકલને જીજે-૩-એમએચ ૪૭૩૬ નંબરની મોટરે ઠોકર મારી દીધી હતી. જોશભેર રોડ પર પછડાયેલા કરણાભાઈના હાથ, પગ, છાતીમાં ઈજાઓ થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ અમરાભાઈ ટોરીયાએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૦૪ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી મોટરચાલકની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh