Advertisement
Author: નોબત સમાચાર

દાતા વિરાણી પરિવારનું જામનગરમાં કરાયું સન્માન

ઓશવાળ સેન્ટર માટે વિશાળ જમીન દાનમાં આપનાર

જામનગર તા. ૧પઃ જામનગર સ્થિત ઓશવાળ સેન્ટરના નિર્માણ માટે વિશાળ જમીન દાનમાં આપનાર દાતા વિરાણી પરિવારજનો વિદેશથી જામનગર આવ્યા હતાં. આ દરમિયાન તેમણે વિશા ઓશવાળ સેન્ટરની મુલાકાત લીધી હતી.

લંડન નિવાસી અને મૂળ ડબાસંગ ગામના વતની સુનિલ રમણિકલાલ પ્રેમજી વીરજી વિરાણી અને સુશિલાબેન રમણિકલાલ પ્રેમજી વીરજી વિરાણી તથા હાલ નાઈરોબી નિવાસી અને મૂળ ચંગા ગામના રેખાબેન દિલીપભાઈ મોતીચંદ ભગવાનજી માલદે અને મીરેન દિલીપ તથા રાખી દિલીપ માલદે ઓશવાળ સેન્ટરમાં આવતા તેમનું ઉમળકાપૂર્વક સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.

સંઘના વડીલ અને પ્રમુખ રતિલાલ મેઘજી સુમરિયા, ભૂતપૂર્વ પ્રમુખ અને વિઝનરી જામનગર મહાજન જ્ઞાતિના આગેવાન પરાગ ગુલાબભાઈ શાહ, જામનગર સમાજના પ્રમુખ રિતેશ વિજયભાઈ ધનાણી, સંઘના આરોગ્ય વિભાગની સફળતાપૂર્વક જવાબદારી નિભાવનાર સુરેશ રાયચંદ ગડા તથા કોઈપણ હોદ્દા વગર સેવા આપનારા પાયાના કાર્યકર મનુભાઈ કામાણી સહિતના લોકોએ કૃતજ્ઞતાપૂર્વક ઉમળકાભેર દાતા પરિવારજનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

તમામ યજમાનોએ સંઘ સમાજ તથા જ્ઞાતિ દ્વારા કાર્યોની વિગતવાર જાણકારી આપી દાનવીર પરિવારના દાનનો મહાજનો માટે ખૂબ જ સાર્થક અને અત્યંત ઉપયોગી થયો છે એવી ભાવના વ્યક્ત કરી હતી. પધારેલ મહાનુભાવોએ પરિવાર દ્વારા દાનમાં અપાયેલ જમીનનો ખૂબ જ સરસ ઉપયોગ થાય છે એનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh