Advertisement
Author: નોબત સમાચાર

સંત પૂ. જલારામ બાપાની પુણ્યતિથિ

જામનગર તા. ૧પ હિતેષ રાચ્છ દ્વારા)ઃ 'રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ તાકે પર વંદન કરૃ જય જય જલારામ' એવી સોરઠ-સૌરાષ્ટ્રની સંત ભૂમિ ગણાતા વીરપુર ધામની પાવન ભૂમિમાં પ.પૂ. સંત જલારામ બાપાનું અવતરણ થયું હતું.

ભજન કરો અને ભોજન કરાવો, જીવનભર સાધુ-સંતોની સેવા કરનાર ર૦૪ વર્ષથી અવિરત સદાવ્રત ચાલુ છે. તેવા વિરપુરના સંતની આજે ૧૪રમી પુણ્યતિથિ છે.

પૂ. બાપાને બચપણથી હરિના નામની હેટકી લાગી હતી. તેઓ નાનપણથી સંત સેવામાં મસ્ત રહેતા હતાં. નાની ઉંમરમાં જનોઈ અપાઈ હતી અને તેમના લગ્ન વીરબાઈ સાથે થયા હતાં, પરંતુ બાપાનું  મન સંસારમાં નહતું. તેઓ કાકાની દુકાને બેસતા અને ત્યાંથી કોઈ સંત જાત્રાએ જતા હોય તેમને કાચો સીધો આપતા હતાં. આ બાબતની જાણ તેમના કાકાને થતા તેમના કાકાએ સંતને રસ્તામાં રોક્યા હતાં તો ઘી ના બદલે પાણી-દાણામાંથી રેતી થઈ જતા પરચો જોવા મળ્યો હતો. આજે પણ વીરપુરમાં ઝોળી અને ધોકો પૂજામાં છે. લોકો દર્શન કરે છે. એક વખત મહાત્મા આવ્યા હતાં અને જલારામ બાપાને કહ્યું હતું કે, ત્રણ દિવસ પછી અહિંથી હનુમાનજીની મૂર્તિ પ્રગટ થશે, અને તે સ્થળે મૂર્તિ પ્રગટ થઈ હતી.

સંત જલારામ બાપા તા. ર૩-ર-૧૮૮૧ ના વૈકુંઠવાસ થયા હતાં. વીરપુરનું જલારામ મંદિર એક માત્ર એવું મંદિર છે જ્યાં તા. ૯-ર-ર૦૦૦ થી ભેટ-સોગાદ લેવાનું બંધ કરેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh