Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોબત'ના અહેવાલોનો પડઘોઃ
જામનગર તા. ૧પઃ જામનગર-લાલપુર ધોરીમાર્ગ ઉપર જામનગરથી નજીક લાલપુર ચોકડી પાસે રંગમતિ નદી ઉપર સરકારના કોઈપણ વિભાગ કે મહાનગર પાલિકાની મંજુરી લીધા વગર જંગી ખર્ચે કેટલાક આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પુલનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું.
જાહેર મિલકત સમાન નદી ઉપર પુલ બાંધવાના કારસાના અહેવાલો અખબારોમાં પ્રસિદ્ધ થતા સમગ્ર પ્રકરણ છેક ગાંધીનગર સુધી પહોંચી ગયું હતું.
જામનગર મહાનગર પાલિકાની હદમાં કોઈ વ્યક્તિને પોતાની માલિકીની કાયદેસરની જમીન ઉપર નાનું અમથું મકાનનું બાંધકામ કરવું હોય તો પણ મકાનનો નક્શો રજૂ કરી બાંધકામની રજાચિઠ્ઠી મેળવવાની હોય છે, કામ પૂર્ણ થયા પછી મહાનગરપાલિકામાંથી કમ્પ્લીશન સર્ટીફિકેટ મેળવવાનું હોય છે. જો તેમાં કસૂર થાય તો મનપાનું બહાદુર તંત્ર તરત જ જેસીબી-બુલડોઝર લઈને ગેરકાયદે-મંજુરી વગરના બાંધકામને-દબાણોને તોડી નાંખવાની કામગીરી કરતું હોય છે. પણ... નદી ઉપર પુલ જેવા અત્યંત ગંભીર ગણાતું કામ ગેરકાયદે-મંજુરી વગર ચાલતું હોવા છતાં મનપા તંત્રએ ઘણાં દિવસો સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી. અંતે મ્યુનિ. કમિશનરે આ બાંધકામ કરનારાઓને મૌખિક આદેશ (વિનંતી!) કરીને કામ બંધ કરી દેવાનું જણાવતા હાલ તો કામ બંધ થઈ ગયું છે.
સૌથી નવાઈન વાત એ છે કે મંજુરી માટેનો જે કથિત વિનંતી પત્ર મનપાને મળ્યો છે તેની પણ અત્યાર સુધી કોઈ મૂવમેન્ટ થઈ નથી! એટલું જ નહીં, ધમધોકાર કામ કરીને મોટા મોટા સાધનો વડે કામ થયું તે કામ (દબાણ) દૂર કરવા કે સાધનો જપ્ત કરવા કે આવા ગેરકાયદે બાંધકામ (દબાણ) કરનારા સામે કોઈ કરતા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની દરકાર કરવામાં આવી નથી!
મોરબીના ઝૂલતા પુલની તૂટી જવાની અતિ ગંભીર હોનારત જેવી હોનારત ન સર્જાય તે માટે મનપા તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આવા ખાનગી આસામીઓના કારસાને અટકાવી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી ઊઠવા પામી છે. સમગ્ર પ્રકરણમાં માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી વિગતો સંબંધિત વિભાગો દ્વારા આપવામાં આવી છે. આગામી બે-ચાર દિવસમાં રજૂઆતકર્તાઓ દ્વારા કોઈ નવાજુની થાય તેવી શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag