Advertisement
Author: નોબત સમાચાર

બીબીસીની ઓફિસોમાં આઈટીના સર્વેનો બીજો દિવસઃ સ્ટાફને સહયોગ આપવા નિર્દેશ

અમેરિકાએ દુનિયાભરમાં સ્વતંત્ર પ્રેસનું કર્યું સમર્થનઃ

નવી દિલ્હી તા. ૧પઃ આજે બીજા દિવસે પણ બીબીસીની ઓફિસો પર આઈટીનો સર્વે ચાલી રહ્યો છે, તો બીબીસી એ સ્ટાફને દરેક સવાલના પ્રામાણિક્તાથી જવાબ આપવા નિર્દેશ કર્યો છે.

બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર ઈન્કમટેક્સ વિભાગની ટીમનો સર્વે બીજા દિવસે પણ ચાલું છે. સૂત્રો મુજબ આઈટી અધિકારી ર૦૧ર થી અત્યાર સુધીના એકાઉન્ટની ડિટેઈલ મેળવી રહ્યા છે. આઈટીના અધિકારીઓએ ફાઈનાન્સ વિભાગના સ્ટાફના મોબાઈલ, લેપટોપ-ડેસ્કટોપ જપ્ત કરી લીધા છે.

સર્વે દરમિયાન આઈટીના અધિકારીઓએ અને બીબીસી ઈન્ડિયાના સંપાદકોની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. એનડીટીવીના સૂત્રો મુજબ સંદકોએ આઈટીના અધિકારીઓને કોઈપણ એડિટોરિયલ કન્ટેન્ટનો એક્સેસ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ તરફ બીબીસી પોતાના સ્ટાફને મેઈલ કરીને સહકાર આપવા કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, દરેક સવાલનો પ્રામાણિક્તાથી જવાબ આપવો. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ બીબીસી પર ઈન્ટરનેશનલ ટેક્સમાં ગોટાળા કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યા છે. આઈટીના અધિકારીઓ લેપટોપ અને ડોક્યુમેન્ટનું સર્ચ કરી કરી રહ્યા છે. બીબીસી એ મંગળવારે સાંજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઈન્કમટેક્સ વિભાગની ટીમ દિલ્હી અને મુંબઈની ઓફિસમાં હાજર છે અને તેમને સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છીએ. સર્વેનું કામ હજી પણ ચાલું જ છે. ઓફિસનું કામ પણ શરૃ થઈ ગયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બીબીસી મેનેજમેન્ટે બુધવારે સવારે કર્મચારીઓને મેઈલ કર્યો છે. જેમાં સ્ટાફને દરેક સવાલનો પ્રામાણિક્તાથી જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. બીબીસી એ સ્ટાફને કહ્યું છે કે જો આવકવેરા વિભાગનો સ્ટાફ તમને મળવા માગે છે તો તમારે તેમને મળવું પડશે. બીબીસી એ ભારતમાં કામ કરતા કર્મચારીઓની મદદ માટે એક હેલ્પલાઈન પણ એક્ટિવેટ પણ કરી છે. સ્ટાફને એમ પણ કહેવામાં આવ્યું છ કે, તમારી વ્યક્તિગત આવક અને આવકવેરા વિશેના પ્રશ્નો સર્વેના દાયરાની બહાર છે અને તમે એનો જવાબ આપવાનો ઈન્કાર કરી શકો છો.

તમારી કોમ્પ્યુટર સિસ્ટમમાંથી કોઈપણ માહિતી ડિલિટ કરશો નહીં અથવા એને ઈન્કમટેક્સના અધિકારીઓથી છૂપાવાશો નહીં.

સૂત્રો મુજબ ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ બીબીસીની દરેક કોમ્પ્યુટર સિસ્ટમને સ્કેન કરી છે. કેટલીક સિસ્ટમ સ્કેન કરવાની બાકી છે. એને માર્કિંગ કરવામાં આવી છે. એને પણ સ્કેન કરવામાં આવશે. સિસ્ટમમાં ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જીએસટી, ટેક્સ, ઈન્કમટેક્સ, બ્લેક મની અને કેશ જેવા કીવર્ડ દ્વારા સર્ચ કર્યું હતું. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ એવી કોઈ ફાઈલની તપાસ કરી રહ્યા છે, જે નાણાકીય લેણ-દેણ સંબંધિત હોય. સંપાદકીય કન્ટેન્ટની તપાસ થઈ નથી.

જો કે ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓની પાસે સિસ્ટમનું સમગ્ર એક્સેસ હતું. પહેલા કહેવામાં આવ્યું હતું કે, સંપાદકોએ એક્સેસ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બીબીસીમાં સંપાદકીય વિભાગના અનેક લોકોએ સિસ્ટમ એક્સેસનો વિરોધ કર્યો હતો. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ તેમને સમજાવ્યા હતાં કે તેઓ સિસ્ટમમાં માત્ર આવક અને નાણાકીય જાણકારીઓ જ જોઈ રહ્યા છે. કર્મચારીઓની હાજરીમાં જ સિસ્ટમને સ્કેન કરવામાં આવી હતી.

બીબીસી ઈન્ડિયાની ઓફિસમાં મંગળવારે સવારે ૧૧ વાગે ઈન્કમટેક્સ વિભાગની ટીમે સર્વે શરૃ કર્યો હતો. દિલ્હીના કેજી માર્ગ વિસ્તારમાં એચટી ટાવરના પાંચમા અને છઠ્ઠા માળ પર બીબીસીની ઓફિસ છે. અહીં આઈટીના ર૪ અધિકારીની ટીમે રેડ પાડી છે. આ તરફ મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં બીબીસીના સ્ટુડિયોમાં પણ સર્ચ ચાલું છે. બીબીસીની ઓફિસ પર કાર્યવાહીને કોંગ્રેસ સહિત વિપક્ષે પીએમ મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રી સાથે જોડી છે. કોંગ્રેસે ટ્વિટ કરીને એને અઘોષિત કટોકટી જણાવી છે.

એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે સરકારની નીતિઓ અને સત્તાધારી પક્ષની ટીકા કરતી પ્રેસ સંસ્થાઓ સામે સરકારી એજન્સીઓનો ઉપયોગ તેમને ડરાવા કે પરેશાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

આ તરફ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. ભાટિયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ કદાચ ભૂલી રહી છે કે ૧૯૭૦ માં ઈન્દિરા ગાંધીએ એક ડોક્યુમેન્ટ્રી બાબતે બીબીસી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, ઈન્કમટેક્સ વિભાગે બીબીસીની ઓફિસ પર કાયદેસર રીતે રેડ પાડી છે. બીબીસી દુનિયાનું સૌથી 'ભ્રષ્ટ બકવાસ કોર્પોરેશન' બની ગયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બીબીસીનો પ્રચાર અને કોંગ્રેસનો એજન્ડા એક જ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh