Advertisement
Author: નોબત સમાચાર

તુર્કી અને સિરિયામાં ભૂકં૫થી મૃત્યુનો આંકડો ૪૧ હજારને પારઃ એક લાખથી વધુ ઘાયલ થયા

હજુ પણ કાટમાળમાંથી જીવતા લોકો બહાર નીકળી રહ્યા છે-કરિશ્મા

લંડન તા.૧૫ ઃ તુર્કી-સિરિયામાં મૃત્યુઆંક ૪૧૦૦૦ને પાર પહોંચી ગયો છે. ૧૦૦ વર્ષની સૌથી ગંભીર તબાહી કાટમાળમાંથી હજુ પણ કેટલા લોકો જીવિત મળી રહ્યા છે. કુલ ૧,૦૫,૫૦૫ લોકો ઘાયલ થયા છે.

વિનાશક ભૂકંપને કારણે તુર્કી અને સિરિયામાં ૪૧ હજારથી વધુ લોકોના મોત થયા છે. લોકો લગભગ નવ દિવસથી કાટમાળ નીચે દટાયેલા છે. દુનિયાભરના બચાવ કાર્યકર્તાઓ સતત લોકોને શોધવામાં લાગ્યા છે.

જો કે, વિકટ પરિસ્થિતિને કારણે તરત જ મદદ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકતી નથી. આ ખતરનાક ભૂકંપમાં હજારો મકાનો ધરાશાયી થયા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એદોંગને કહ્યું કે, તુર્કીમાં ગયા અઠવાડિયે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ૩૫.૪૧૮ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, ૧૦૦ વર્ષ પહેલા દેશની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીની આ સૌથી ગંભીર આપત્તિ છે. ૧૯૩૯માં તુર્કીના શહેર એર્ગિનકાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ ૩૩,૦૦૦ લોકો માર્યા ગયા હતા.

એર્દોઆને કહ્યું કે છ ફેબ્રુઆરીના ભૂકંપ અને અનેક આફટરશોકના પરિણામે ૧,૦૫,૫૦૫ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપને 'સદીની આફત' ગણાવતા રાષ્ટ્રપતિએ કહ્યું કે હજુ પણ ૧૩,૦૦૦થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. અંકારામાં, રાહત એજન્સી એએફએડીના મુખ્યાલયમાં યોજાયેલી પાંચ કલાકની કેબિનેટ બેઠક પછી, એર્દોઆને કહ્યું કે ૪૭,૦૦૦ ઈમારતો કાં તો જમીન પર પડી ગઈ છે અથવા ખરાબ રીતે નુકસાન થયું છે.

સિરીયન (સિરિયા અર્થકવેક ડેથ ટોલ) અધિકારીઓએ કહ્યું કે, સિરિયામાં ઓછામાં ઓછા ૫,૮૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે, લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. બચાવકર્મીઓ લોકોને બચાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. કુદરતના કરિશ્માના કારણે કાટમાળની અંદરથી હજુ પણ લોકોને જીવતા બહાર કાઢવામાં આવી રહ્યા છે.

તુર્કી-સિરિયામાં છઠ્ઠી ફેબ્રુ.ના ત્રણ ભૂકંપ આવ્યા હતા જેના કારણે હજાર લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. તુર્કીમાં એક સપ્તાહ કરતા પણ વધુ સમયના ધરતીકંપ પછી મંગળવારે કાટમાળમાંથી નવજીવિત લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh