Advertisement
Author: નોબત સમાચાર

સેવાભાવી રઘુવંશી ડો. અતુલ ચગની આત્મહત્યાના મુદ્દે લોહાણા મહાજનની રેલીઃ કલેકટરને આવેદન

જામનગરના લોહાણા સમાજમાંં ઘેરા પ્રત્યાઘાતઃ

જામનગર તા. ૧૫ઃ વેરાવળ તેમજ સમગ્ર ગીર સોમનાથ પંથક તથા જિલ્લાના ગરીબોના બેલી, સેવાભાવી ડો. અતુલભાઈ ચગના આપઘાતથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાએ ઉમદા સેવાભાવિ વ્યક્તિ ગુમાવેલ છે. આ બનાવથી સમગ્ર ગુજરાતભરના લોહાણા સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે. ડો. અતુલભાઈ ચગના આ ગંભીર બનાવ સમગ્ર લોહાણા સમાજ માટે આઘાતજનક છે.

જામનગર લોહાણા મહાજન દ્વારા ગત રાત્રે ૯ કલાકે શેખર માધવાણી હોલ, અપના બજારની બાજુમાં તળાવની પાળ પાસે જામનગરમાં લોહાણા સમાજની મિટિંગ રાખવામાં આવેલ હતી. જેમાં જાણીતા ઉદ્યોગપતિ હર્ષદભાઈ જોબનપુત્રા, નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી, એડવોકેટ મનોજભાઈ અનડકટ, વેપારી આગેવાન શશીકાંતભાઈ મશરૃ, રાજુભાઈ સોનછાત્રા, અશોકભાઈ જોબનપુત્રા, મેહુલભાઈ જોબનપુત્રા, એડવોકેટ ભાવીન ભોજાણી, એડવોકેટ ચાંદનીબેન પોપટ, ડો. મેહુલભાઈ ખાખરીયા, ડો. બ્રિજેશભાઈ રૃપારેલીયા, ડો. જીતભાઈ ભગદે, ડો. પ્રશાંતભાઈ તન્ના, ડો. ચિંતનભાઈ પોપટ, રસીકભાઈ રૃપારેલ, કૌશલભાઈ દત્તાણી, જયેશભાઈ ગોકાણી સહિતના રઘુવંંશીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ મિટિંગમાં ઉપસ્થિત નગરના રઘુવંશી, ડોકટર, વકીલ, મહાજનના હોદ્ેદારોએ આ ગંભીર બનાવ બાબતે ચર્ચા વિચારણા કરેલ અને આ બનાવમાં જવાબદાર વ્યક્તિ સામે કાનુની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવે તે માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનું નક્કી કર્ર્યું હતુુ.

અંતમાં લોહાણા મહાજનના મંત્રી રમેશભાઈ દતાણીએ બનાવને વખોડી આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરી આભારદર્શન કર્ર્યું હતું. સમગ્ર મિટિંગનું સંચાલન ભરત કાનાબારે કર્ર્યું હતુું.

આ મિટિંગમાં નક્કી થયા મુજબ લોહાણા સમાજનુંં પ્રતિનિધિ મંડળ આજે તા. ૧૫-૨-૨૦૨૩ ને બુધવારના સાંજે ૪-૩૦ કલાકે જોગસ પાર્ક, જામનગર પાસે એકઠાં થઈ ત્યાથી ચાલીને જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. જેમાં લોહાણા સમાજ, રઘુવંશી ડોકટર, વકીલ, સમાજના યુવક મંડળ, મહિલા મંડળના હોદ્દેદારો-સભ્યોને હાજર રહેવા લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ મંત્રી રમેશભાઈ દતાણીએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh