Advertisement
Author: નોબત સમાચાર

પેટ્રોલપંપના માલિક સામે વીજ કંપની દ્વારા કરવામાં આવેલો દાવો રદ્દ થયો

જામનગર તા.૧પ ઃ ધ્રોલમાં આવેલા એક પેટ્રોલ પંપના માલિક સામે વીજ કંપની દ્વારા નગરની દીવાની અદાલતમાં રૃપિયા પોણા સાત લાખ ઉપરાંતની રકમનો વસૂલાતનો દાવો કરાયો હતો. તે દાવો અદાલતે રદ્દ કર્યાે છે.

પીજીવીસીએલમાં હેલ્પર તરીકે કામ કરતા દેવેન્દ્રભાઈ પી. પંડ્યા ગઈ તા.૯-૯-૦૬ના દીને હડમતીયા ફીડરની લાઈન રીપેરીંગની કામગીરીમાં જોડાયા હતા. તે દરમિયાન ધ્રોલ પાસે આવેલા પારેખ ઓટો મોબાઈલ પેટ્રોલપંપનું જનરેટર ચાલુ કરાતા તેમાંથી વીજ પ્રવાહ રિટર્ન થયો હતો અને દેવેન્દ્રભાઈને વીજ આંચકો લાગ્યો હતો.

તેઓએ વળતર મેળવવા કામદાર વળતર ધારા હેઠળ અરજી કરતા વ્યાજ, મેડિકલ ખર્ચ વગેરે મળી કુલ રૃા.૬,૮૭,૭૨૪ ચૂકવવા હુકમ થયો હતો. આ રકમ પેટ્રોલપંપ ના માલિકની બેદરકારીના કારણે ચૂકવવી પડી છે તેવી તકરાર સાથે કુંજનભાઈ ટી. આડેસરા સામે જામનગરની દીવાની અદાલતમાં દાવો કરાયો હતો અને બાર ટકા વ્યાજ સાથે રકમ માંગવામાં આવી હતી. અદાલતે પેટ્રોલપંપના માલિક કુંજનભાઈ સામેનો દાવો રદ્દ કર્યાે છે. પ્રતિવાદી તરફથી વકીલ કિશોર એચ. નથવાણી, ચિરાગ કે. નથવાણી અને ધર્મેશ રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh