Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના કોન્સ્યુલેટ જનરલની દોષિતો સામે કડક પગલાં લેવા કેનેડા સરકારને અપીલઃ
ટોરોન્ટો તા. ૧પઃ ઓસ્ટ્રેલિયા પછી હવે કેનેડામાં મંદિર પર હુમલો થયો છે અને મિસિસોગાના રામ મંદિરની દીવાલ પર ભારત વિરોધી સૂત્રો લખાયા છે. આ ઘટના અંગે કેનેડાના ટોરોન્ટોમાં આવેલા ભારતના કોન્સ્યુલેટ જનરલે આકરી ટીકા કરી હતી, અને કેનેડા સરકારને દોષિતો સામે કડક પગલાં લેવા અપીલ કરી હતી.
ઓસ્ટ્રેલિયા પછી હવે કેનેડાના મિસિસોગામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના મંગળવારે મિસિસોગાના રામ મંદિરમાં બની હતી. આ ઘટના અંગે કેનેડાના ટોરોન્ટોમાં આવેલા ભારતના કોન્સ્યુલેટ જનરલે આકરી ટીકા કરી હતી અને કેનેડા સરકારને અપીલ કરી હતી કે દોષિતો વિરૃદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
કોન્સ્યુલેટ જનરલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, 'અમે મિસિસોગામાં રામ મંદિરમાં તોડફોડ કરવા અને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટનાની આકરી ટીકા કરીએ છીએ. અમે કેનેડા સરકાર સમક્ષ આ મામલાની તપાસ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે.'
કેનેડામાં હિન્દુ મંદિરને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી. અગાઉ જાન્યુઆરીમાં કેનેડાના બ્રામ્પટન સ્થિત હિન્દુ મંદિરમાં પણ ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટના બની હતી, જેને લઈને હિન્દુ સમાજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોન્સ્યુલેટ જનરલે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતુંકે, બ્રામ્પટનમાં ગૌરીશંકરમાં તોડફોડની ઘટનાથી કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે.
કોન્સ્યુલેટ જનરલે આ મામલો કેનેડા સરકાર સમક્ષ ઊઠાવ્યો હતો. બ્રામ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આવા ધિક્કારપાત્ર કૃત્યને આપણા શહેરમાં અને દેશમાં કોઈ સ્થાન નથી. આ ઘટના અંગે મેયરે શહેરના પોલીસ વડા સાથે પણ ચર્ચા કરી હતી, જ્યારે સપ્ટેમ્બર ર૦રર ના કેનેડામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવાની અને ભારત વિરોધી સૂત્રો લખવાની પણ ઘટના બની હતી. આ ઘટનામાં ખાલિસ્તાન સમર્થકો આરોપી હતાં.
બીજી બાજુ જુલાઈ ર૦રર માં ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં રિચમંડ હિલ નામના સ્થળે એક હિન્દુ મંદિરમાં સ્થાપિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવી હતી. આ ઘટનામાં પણ ખાલિસ્તાનના સમર્થકો પર આરોપો લગાવવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag