Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩ઃ જામનગરના ખોજાનાકા વિસ્તારમાં ભરાતી બકાલા માર્કેટમાં કેટલાક અસામાજિક તત્વો આખો દિવસ અડ્ડો જમાવીને ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે. આ બાબતની જિલ્લા પોલીસવડાને રજુઆત કરવામાં આવી છે. જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રતનબાઈ કન્યાશાળા તરફ જવાના માર્ગ પર ભરાતી શાકબજારમાં છેલ્લા કેટલાક સમયથી આવારા તત્વો અડ્ડો જમાવીને બેસી રહે છે.
આ શખ્સો કેફી પદાર્થનો નશો કરી આવતી-જતી મહીલાઓની છેડતી કરી ગાળો ભાંડે છે. કોઈ વ્યક્તિ તેને સમજાવવા જાય તો ઝઘડા કરી આતંક પ્રસરાવે છે. આ બાબતની જિલ્લા પોલીસવડાને અરજી પાઠવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag