Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેમાણાના શખ્સ અને તેની બહેન સામે કરાઈ રજૂઆતઃ
જામનગર તા.૧૫ ઃ લાલપુર શહેરમાં રહેતા અને નાના કામ રાખી પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રોજગાર મેળવતા એક વૃદ્ધે પોતાની પત્નીની બીમારી માટે સાત વર્ષ પહેલા મેમાણા ગામના એક આસામી તથા તેમના બહેન પાસેથી રૃા.પાંચ લાખ પાંચ ટકાના વ્યાજે મેળવ્યા પછી તેમનું ટ્રેક્ટર, ટ્રોલી, પ્લોટ વગેરે પચાવી પાડવામાં આવ્યા હોવાની અને હવે મકાન ખાલી કરાવવા માટે દબાણ કરાતું હોવાની રજૂઆત એસપીને કરવામાં આવી છે.
લાલપુર શહેરમાં સંગમ સિનેમા પાસે રહેતા ચનાભાઈ પેથાભાઈ ચાવડા નામના સિત્તેર વર્ષના વૃદ્ધે જામનગરના જિલ્લા પોલીસવડાની કચેરીમાં અરજી પાઠવી રજૂઆત કરી તેમાં જણાવ્યું છે કે, લાલપુર તાલુકાના મેમાણા ગામમાં લાલુભા ચંદુભા જાડેજા પાસેથી વર્ષ ૨૦૧૫માં તેઓએ વ્યાજે રૃા.સાડા ત્રણ લાખ મેળવ્યા હતા. છૂટક નાના કોન્ટ્રાક્ટ રાખતા ચનાભાઈને કોન્ટ્રાક્ટમાં રોકાણ થઈ ગયું હતું અને તેમના પત્ની બીમારીમાં સપડાતા ઉછીના પૈસા લેવા પડ્યા હતા.
આ વેળાએ લાલુભાએ તેઓને પાંચ ટકાના વ્યાજે નાણા ધીર્યા હતા અને અમદાવાદ જિલ્લાના ધંધુકામાં રહેતા પોતાના બહેન નયનાબા ભવદીપસિંહ ચુડાસમાના નામે ચનાભાઈનો પ્લોટ લખી આપવા જણાવ્યું હતું. પૈસાની જરૃરિયાત હોવાના કારણે ચનાભાઈએ પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો તે પછી વધુ પૈસાની જરૃર પડતા રૃા.દોઢ લાખ લાલુભા પાસેથી મેળવી દર મહિને આ વૃદ્ધ પાંચ ટકા લેખે રૃા.રપ હજારની રકમ વ્યાજપેટે ચૂકવતા હતા.
સાડા છ-સાત વર્ષ સુધી તેઓએ વ્યાજ ચૂકવ્યા પછી પણ રૃા.૧૦ લાખની માંગણી કરાતા અને ટ્રેક્ટર તથા ટ્રોલી આપી દેવા બળજબરી કરી બંને વસ્તુઓ પણ પડાવી લીધી હતી. તે પછી નયનાબા તથા લાલુભાએ આ વૃદ્ધનું મકાન પણ ખોટા વેચાણ દસ્તાવેજના આધારે ખાલી કરાવવાની ધમકી આપતા ગઈ તા.૨૮ ડિસેમ્બરના દિને ચનાભાઈએ લાલપુર પોલીસને લેખિતમાં અરજી પાઠવી હતી.
હાલમાં લોનમેળા ઉપરાંત વ્યાજખોરીને ડામવા માટે પોલીસ દ્વારા લોકદરબારો યોજવામાં આવે છે ત્યારે દોઢેક મહિના પહેલા આ વૃદ્ધની અરજી અંગે કોઈ પગલાં ભરવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ ૯ તારીખે ચનાભાઈએ એસપીને કરેલી અરજીમાં કર્યાે છે. તેઓએ વ્યાજખોરોથી બચાવવા એસપી સમક્ષ અરજ ગુજારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag