Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૪ જુલાઈ, મંગળવાર અને જેઠ વદ અમાસનું રાશિફળ

મેષ સહિત બે રાશિના જાતકોને સ્નેહી-સ્વજન, મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત  ફળદાયી જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

જુના સ્વજન, મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવો. પ્રવાય-પર્યટનનું  આયોજન થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા -  દોડધામ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  પરદેશના કામકાજ થઈ શકે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭

 

Cancer (કર્ક: ડ-હ)

આપે આવશે-ઉશ્કેરાહટમાં આવ્યા વગર કોઈ કામ કરવું. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે  નાણાભીડ જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી  આનંદ અનુભવાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે  દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૬

 

Libra (તુલા: ર-ત)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો.  મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.  જમીન-મકાનના કામમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપની મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી  કામ સરળ થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૯-૪

 

Capricorn (મકર: ખ-જ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.  વાદ-વિવાદથી આપે સંભાળવું.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૨

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામની સાથે સંસ્થાકિય, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે  મુલાકાત થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતા જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh