Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરા ગર્ભવતી બની હતીઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક ગામની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેનાર આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે નામંજૂર રાખી છે.
જામનગરના નવા નાગનામાં રહેતા રવિન્દ્ર નાથાલાલ નકુમ નામના એક શખ્સે એક ગામમાં રહેતી સગીરા ૫ર અવારનવાર દુષ્કર્મ ગુજારતા આ સગીરાને સાડા આઠ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. તેની સગીરાની માતાને જાણ થતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી.
આ અંગે બેડી મરીન પોલીસે બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપી રવિન્દ્રની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મૂળ ફરિયાદીના વકીલ ધર્મેશ ગોંડલીયા, આર.કે. સોઢા, અનીતા રામવાણી, ડીજીપી જમન ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial