Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂટરમાં દારૂના ૪૦ ક્વાર્ટર લઈને તો એક શખ્સ ઝડપાયોઃ બીયરની ચાર બોટલ પકડાઈઃ
જામનગર તા. ૧૩: જામજોધપુરના મોટી ગોપ ગામ પાસેથી શનિવારે રાત્રે પોલીસે એક સ્કોર્પિયોમાંથી ઈંગ્લીશ દારૂની ૫૮૮ બોટલ કબજે કરી છે. સમર્પણ સર્કલ પાસેથી એક શખ્સ ચાર ચપલા સાથે ઝડપાયો છે. જ્યારે હરિયા સ્કૂલ રોડ પરથી શનિવારે રાત્રે એક સ્કૂટરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૪૦ ચપલા કબજે કર્યા છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામ નજીક શનિવારે રાત્રે એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા જામજોધપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઈ એન.બી. ચૌહાણના વડપણ હેઠળ વોચમાં ગોઠવાયો હતો. તે દરમિયાન જીજે-૮-ડીજી ૪ નંબરની સ્કોર્પિયો મોટર પસાર થતાં તેને ઉભી રાખવાનો પોલીસે ઈશારો કર્યાે હતો. જેના પગલે મોટરનો ચાલક ઉતરીને નાસી ગયો હતો. પોલીસે સ્કોર્પિયોની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બે બ્રાંડની ૫૮૮ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.ર લાખ ૯૪ હજારનો દારૂનો જથ્થો, રૂ।.૧૬ લાખની મોટર કબજે કરી મોટરના માલિક, ચાલકની શોધ શરૂ કરી છે.
જામનગરના રણજીતનગર વિસ્તારમાં જનતા ફાટક પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતો રાજેશ સુખલાલ સીતાપરા નામનો શખ્સ શનિવારે રાત્રે જીજે-૧૦-ઈએફ-૬૦૭૦ નંબરના સ્કૂટરમાં જતો હતો ત્યારે હરિયા સ્કૂલ રોડ પર પોલીસે તેને રોકી તલાશી લીધી હતી. સ્કૂટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બે અલગ-અલગ બ્રાન્ડના કુલ ૪૦ ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી સ્કૂટર ડિટેઇન કર્યું હતું તેમજ રાજેશ સુખલાલ સીતાપરાની ધરપકડ કરી હતી.
જામનગરના સમર્પણ સર્કલ નજીકથી ગઈકાલે રાત્રે તિરૂપતિ સોસાયટીમાં યોગેશ્વરધામ પાસે રહેતા વિજય લાલાભાઈ યાદવ નામના એક શખ્સને પોલીસે રોકી ચેક કરતા તેની પાસેથી દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા.
જામનગરના ગુરૂદ્વારા સર્કલ નજીકથી ગઈરાત્રે સુમીત અશોકભાઈ આહુજા નામનો શખ્સ બીયરની ચાર બોટલ સાથે ઝડપાઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial